જયસુખરામ બાપાના આજે અંતિમસંસ્કાર, મોરારિ બાપુએ કર્યા દર્શન

Monday, 29 August 2016 9:48 AM

રાજકોટ: વીરપુર જલારામ બાપાનું મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે. જલારામ બાપાના ચોથી પેઢીના વારસદાર જયસુખબાપાનો શનિવારે સાંજે 4.45 કલાકે રાજકોટમાં દેહ વિલય થયો છે. ત્યારે લાખો ભક્તોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જયસુખરામ બાપાએ 88 વર્ષે નિધન થયું છે. જયસુખબાપાના નિધનથી અનેક ભક્તો શોકમાં ગરકાવ થયા છે. રવિવારે તેમના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે આજે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. આ પહેલા આજે મોરારિ બાપુએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.

LATEST VIDEO