સુરતઃ એક જ ટ્રેક પર બે ટ્રેનો સામસામે આવી ગઇ, કોઇ મોટી દુર્ઘટના નહી

Sunday, 18 March 2018 12:36 PM

સુરતઃ સુરતમાં એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી ગઇ હતી. જોકે ટ્રેનની ગતિ ધીમી હોવાના કારણે કોઇ મોટી દુર્ઘટના બની નહોતી. સુરત-મુંબઇ વ્યસ્ત ટ્રેક પર આ ઘટના બની હતી. એક જ ટ્રેક પર સામસામે ટ્રેન આવી જતા લોકોમાં અફરા તફરી મચી ગઇ હતી. મળતી વિગતો અનુસાર, એક પેસેન્જર અને એક ગુડ્સ ટ્રેન છે.

સુરત રેલવે તંત્રએ એક જ ટ્રેક પર બે ટ્રેન સામ સામે આવી જવાની ઘટનાને ખોટી ગણાવી હતી. રેલવેં તંત્રએ કહ્યું કે, ક પર ટ્રેન એકબીજાની પાછળ કતારમાં ઉભી રહી હતી. સીગ્નલ પેનલ બીલ્ડીગ શીફ્ટીંગ થતુ હોવાના કારણે ટ્રેનો આવી છે. ટ્રેન લેટ ચાલી રહી હોવાના કારણે ટ્રેન કતારમાં આવી ગઇ હતી.  સીગ્નલ પેનલ બીલ્ડીંગ શીફ્ટ થતુ હોવાના કારણે ટ્રેનો એક જ ટ્રેક પર આવી ગઇ હતી. પરંતુ વીડિયોમાં ટ્રેન સામસામે આવી હોવાનું સ્પષ્ટ દેખાય છે.

LATEST VIDEO