BJP મંત્રીનો કહેવાતો બાર ડાન્સ સાથેનો આ વીડિયોની હકીકત શું છે? જુઓ વીડિયો

Monday, 16 April 2018 12:18 PM

નવી દિલ્હી: જૂનો વીડિયો સોશિયલ મીડિયા ફરી વાયરલ થયો છે. આ વીડિયોમાં મધ્ય પ્રદેશના શિક્ષણની મજાક ઉડાવવામાં આવી હતી. વાયર વીડિયોમાં મંત્રી સભામાં પોલ ડાન્સ કરતા જોવા મળ્યા હતાં. દાવો કરવામાં આવ્યો હતો કે પોલ ડાન્સ કરનાર બીજેપીના મંત્રી છે જે મધ્યપ્રદેશના શિક્ષણમંત્રી હતાં. વાયરલ વીડિયોમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી કુંવર વિજય શાહ હતાં. જોકે આ વીડિયોની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી છે આ વીડિયો 2015 ઓક્ટોબરનો છે. વર્ષો જૂના આ વીડિયો બિહારના ગયાના જેડીયુના ધારાસભ્ય બનેલ અભય કુશવાહનો હતો. 20 સપ્ટેમ્બર 2015નો બનાવવામાં આવેલ આ વીડિયો કોઈ લગ્ન કાર્યક્રમનો છે જ્યાં ધારાસભ્ય ભાન ભૂલીને પોલ ડાન્સમાં લીન થઈ ગયા હતાં. વાયરલ થયેલ વીડિયો મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી કુંવર વિજય શાહનો નહીં પરંતુ જેડીયુ ધારાસભ્ય અભય કુશવાહનો છે.

LATEST VIDEO