145 ભારતીય માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા, હજુ 300 માછીમારો જેલમાં

By: abpasmita.in | Last Updated: Friday, 29 December 2017 9:46 AM
 145 ભારતીય માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા, હજુ 300 માછીમારો જેલમાં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને ગુરુવારે 145 ભારતીય માછીમારોને મુક્ત કરી દીધા છે, તાજેતરમાં જ પાકિસ્તાન જેલમાં બંધ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને મળવા ગયેલી તેમની માં અને પત્નીની સાથે દૂર્વ્યવહારને લઇને બન્ને દેશોની વચ્ચે વિવાદ વધી ગયો હતો. આવામાં માછીમારોને જેલમુક્ત કરવાના પગલાને પોતાની તરફ સદભાવના વધારવાનો સંકેત આપી રહ્યું હોય એવું માનવામાં આવી રહ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની જેલમાં કેદ કરાયેલા ભારતીય માછીમારોમાથી ૨૯૧ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાનની સરકારે તાજેતરમાં જ કર્યો હતો, જે પૈકી ૧૪૫ માછીમારોને ગુરવારે મુક્ત કર્યા હતા.

 

fisherman 01

 

આ માછીમારોને કડક સુરક્ષા વ્યવસ્થા સાથે કરાંચી રેલ્વે સ્ટેશનથી લાહોર મોકલવામાં આવ્યા, જ્યાંથી તેઓ વાધા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે.

 

મુક્ત કરાયેલા માછીમારોને ઇધી ફાઉન્ડેશને ગિફ્ટ અને રોકડ પણ આપી હતી, આ ફાઉન્ડેશન માછીમારોને સ્વદેશ પાછા મોકલવામાં મદદ કરે છે. અરબ સાગરમાં માછલીઓ પકડતી વખતે ભૂલથી પાકિસ્તાની દરિયાઇ સીમામાં ઘૂસવાના કારણે ભારતીય માછીમારોની ધરપકડ કરી લેવામાં આવતી હોય છે. ગયા પાંચ અઠવાડિયામાં જ પાકિસ્તાનની દરિયાઇ સીમા બળે 168 માછીમારોને પકડી લીધા હતા.

First Published: Friday, 29 December 2017 9:46 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories