અમેરિકામાં મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગ, બેના મોત

By: abpasmita.in | Last Updated: Saturday, 3 March 2018 12:18 PM
અમેરિકામાં મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગ, બેના મોત

ન્યૂયોર્કઃ અમેરિકાના મિશિગન યુનિવર્સિટીમાં થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે. એક રિપોર્ટ પ્રમાણે, સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીના રેસિડેન્સ હોલમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે, હુમલાખોર યુનિવર્સિટીનો વિદ્યાર્થી નથી પરંતુ કોઇ અંગત કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે હુમલાખોરની ઓળખ એક 19 વર્ષીય યુવક તરીકે થઇ છે. તે હાલમાં ફરાર છે અને તેની પાસે હથિયારોનો જથ્થો પણ હોવાથી પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ હુમલામાં કોઇને ઇજા પહોંચી નથી.

 

 

First Published: Saturday, 3 March 2018 12:18 PM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories