રશિયાઃ શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 37નાં મોત

By: abpasmita.in | Last Updated: Monday, 26 March 2018 9:34 AM
રશિયાઃ શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 37નાં મોત

મોસ્કોઃ રશિયાના સાઇબેરિયાઇ શહેર કેમરોફોમાં એક શોપિગ મોલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને કારણે 37 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 69 લોકો ગુમ છે અથવા અંદર ફસાયેલા છે. આગને કારણે શોપિંગ મોલમાં સિનેમાઘરના બે હોલની છત તૂટી પડી છે જેનાથી નુકસાન વધવાથી સંભાવના છે.

એજન્સીના કહેવા પ્રમાણે, શોપિંગ મોલમાં આગ બાળકોના પ્લેગ્રાઉન્ડ એરિયા પાસેથી ફેલાઇ હતી. એક બાળકે લાઇટરનો ઉપયોગ કર્યો હતો. જેને કારણે આગ લાગી હતી. જોકે, અન્ય રિપોર્ટ્સમાં એવી વાત પણ સામે આવી રહી છે કે આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, તેના પર કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી કે આગ ક્યા કારણોસર લાગી હતી.

બચાવકર્મીઓનુ કહેવું છે કે શોપિંગ સેન્ટરમાંથી લગભગ 120 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રશિયન મીડિયાના કહેવા પ્રમાણે, ગુમ લોકોમાં મોટાભાગના બાળકો સામેલ છે. આ મોલનું નામ વિન્ટર ચેરી મોલ છે. મોલના ચોથા માળે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. મોલમાં એક શૉના, એક બોલિંગ એરિયા અને મલ્ટિપ્લેક્સ સિનેમા તે જ્યાં કાલે બહુ ભીડ હતી.

First Published: Monday, 26 March 2018 9:33 AM

ટોપ ફોટો

DySP મંજિતા વણઝારાની આજે છે Marriage Anniversary, આવો હતો માહોલ
સુરતઃ જયપુરમાં મિત્રે રખાત રાખેલી યુવતીને હર્ષ હવસ સંતોષવા સુરત લાવ્યો, તેની સાથે રોજ બાંધતો શારીરિક સંબંધ ને......
વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’, BSF સામે કરી ઉકસાવવા વાળી હરકત
View More »

Related Stories