આતંકી હુમલોઃ કાબુલમાં મોટો બૉમ્બ ધડાકો, 40ના મોત-30 ઘાયલ

By: abpasmita.in | Last Updated: Thursday, 28 December 2017 4:49 PM
આતંકી હુમલોઃ કાબુલમાં મોટો બૉમ્બ ધડાકો, 40ના મોત-30 ઘાયલ

કાબુલઃ આફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે એક મોટો બૉમ્બ ધડાકો થયો જેમાં 40 લોકોના મોત થયા છે, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થવાના સમાચાર છે. આ હુમલો આફગાન વૉઇસ એજન્સીની પાસે ટેબિયાન કલ્ચરલ સેન્ટરની પાસે થયો હતો. આ આત્મઘાતી હુમલાની જવાબદારી હજુ સુધી કોઇએ સ્વીકારી નથી.

 

સ્થાનિક મીડિયા મુજબ, હુમલો એવા સમયે કરવામાં આવ્યો જ્યારે ઓર્ગેનાઈઝેશનની ઓફિસમાં મીડિયા ગ્રુપના મેમ્બર્સ ચર્ચા કરી રહ્યા હતા. સ્થાનિક તોલો ન્યૂઝે વિદેશ મંત્રાલયના હવાલાથી 40 લોકોના મોત અને 30 લોકો ઘાયલ થવાની પુષ્ટિ કરી છે, જેમાં મોટાભાગની મહિલાઓ, બાળકો અને જર્નાલિસ્ટ સમાવેશ થાય છે. જોકે, મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ધમાકાના સમયે કલ્ચરલ સેન્સરમાં સોવિયત આક્રમણની 38મી વર્ષગાંઠને લઇને સમારોહનું આયોજન થઇ રહ્યું હતું

First Published: Thursday, 28 December 2017 3:16 PM

ટોપ ફોટો

કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર કર્યા નક્કી? કયા બે નેતાઓને ઉતારી શકે છે મેદાનમાં, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોએ લીધા શપથ
સુરતઃ પતિએ પોતે પત્નીનો અશ્લીલ વીડિયો બનાવ્યો, પછી ઢોર માર માર્યો ને ........
View More »

Related Stories