અમેરિકાએ રશિયાના 60 રાજદૂતોને દેશ છોડાવાનો આદેશ આપ્યો

By: abpasmita.in | Last Updated: Tuesday, 27 March 2018 8:42 AM
અમેરિકાએ રશિયાના 60 રાજદૂતોને દેશ છોડાવાનો આદેશ આપ્યો

વોશિંગ્ટન : અમેરિકાએ રશિયા સામે આક્રમક વલણ અપનાવાત રશિયાના 60 રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી છે. આ સાથે જ સીએટલમાં આવેલી રશિયાની એલચી કચેરી બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ કાર્યવાહી બ્રિટનમાં રશિયાનાં પૂર્વ જાસૂસ અને તેમની પુત્રીને પોઈઝન આપીને તેમની કથિત હત્યા કરવામાં રશિયાની સંડોવણી બહાર આવ્યા પછી કરવામાં આવી છે. અમેરિકાના આ નિર્ણયે શીત યુદ્ધની યાદ તાજી કરી છે.

આ ઉપરાંત યુરોપિયન યુનિયનનાં 14 સભ્ય દેશોએ પણ રશિયાનાં 30થી વધુ રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી છે. આમ અમેરિકા અને ઈયુએ સાથે મળીને આ મામલે રશિયાને સજા કરી છે. પોલેન્ડ, જર્મની અને લિથુઆનિયાએ પણ આ મામલાને ગંભીરતાથી મૂલવ્યો છે અને તેમણે પણ રશિયાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કરેલ છે.

આ અંગે ટ્રમ્પ સરકારનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જેમની હકાલપટ્ટી કરવામાં આવી છે તે તમામ 60 રશિયન લોકો રાજદ્વારીનાં ઓઠા હેઠળ અમેરિકામાં જાસૂસી કરતા હોવાનું જણાયું હતું. આમાં 12થી વધુ લોકો સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાનાં મિશન હેઠળ અમેરિકામાં કામ કરી રહ્યા હતા. રશિયાનાં ઘણા જાસૂસો અસ્વીકાર્ય રીતે અમેરિકામાં એક યા બીજી રીતે જાસૂસી કરતા હોવાનું અમેરિકાને સ્વીકાર્ય નથી તેવો સંદેશો રશિયાનાં નેતાઓને આપવા માટે આવું કડક પગલું લેવામાં આવ્યું છે.

First Published: Tuesday, 27 March 2018 8:42 AM

ટોપ ફોટો

DySP મંજિતા વણઝારાની આજે છે Marriage Anniversary, આવો હતો માહોલ
સુરતઃ જયપુરમાં મિત્રે રખાત રાખેલી યુવતીને હર્ષ હવસ સંતોષવા સુરત લાવ્યો, તેની સાથે રોજ બાંધતો શારીરિક સંબંધ ને......
વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’, BSF સામે કરી ઉકસાવવા વાળી હરકત
View More »

Related Stories