અઝરબૈજાનમાં એક નશામુક્તિ કેન્દ્રમાં આગ લાગતા 30ના મોત, પાંચ ઘાયલ

By: abpasmita.in | Last Updated: Friday, 2 March 2018 6:39 PM
અઝરબૈજાનમાં એક નશામુક્તિ કેન્દ્રમાં આગ લાગતા 30ના મોત, પાંચ ઘાયલ

નવી દિલ્લી: અઝરબૈજાનની રાજધાની બાકુમાં એક નશામુક્તિ કેન્દ્રમાં આગ લાગતા 30 લોકોના મોત થયા છે. સ્થાનીય સમાચાર એજન્સી એપીએ અનુસાર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર આગમાં ઘાયલ થયેલા પાંચ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ પણ ઘટનાસ્થળે માહિતી લેવા પહોંચ્યાં હતા. મીડિયા રીપોર્ટ અનુસાર ઘટના સમયે બિલ્ડિંગમાં 55 લોકો હતા, જેમાંથી 31 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સ્પેશિયલ ટીમ ઘટનાની તપાસ કરી રહી છે.

First Published: Friday, 2 March 2018 6:37 PM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories