બાંગ્લાદેશ: પૂર્વ PM ખાલિદા જિયાને ભ્રષ્ટાચાર મામલે પાંચ વર્ષની સજા

By: abpasmita.in | Last Updated: Thursday, 8 February 2018 4:20 PM
બાંગ્લાદેશ: પૂર્વ PM ખાલિદા જિયાને ભ્રષ્ટાચાર મામલે પાંચ વર્ષની સજા

ઢાકા: ભ્રષ્ટાચાર મામલે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને વિપક્ષ પાર્ટી બીએનપીના પ્રમુખ ખાલિદા જિયાને કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી છે. આ કેસ જિયા અનાથાલય સંસ્થા સાથે જોડાયેલો છે. ખાલિદા પર આ મામલે 2008માં કેસ નોંધાયો હતો. જેનો નિર્ણય આવતા આખા બાંગ્લાદેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે.

બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં જ ચૂંટણીઓ યોજાવાની છે. દ્વવિપક્ષીય સંબંધોને લઈને ભારત પણ આ મામલે બાજ નજર રાખીને બેઠુ છે. કેમ કે બાંગ્લાદેશા રાજકારણમા આ ચૂકાદાની બહુ મોટી અસર પડી શકે છે. ખાલિદાને 2 વર્ષથી વધુની સજા હોવાના કારણે આગામી ચૂંટણીઓમાં ભાગ નહી લઈ શકે. જેનો સીધો લાભ શેખ હસિનાની પાર્ટીને મળશે.

કોર્ટના નિર્ણય પહેલા ખાલિદા જિયાએ કહ્યું, તે કોઈપણ પ્રકારના નિર્ણય માટે તૈયાર છે. મને જેલની ધમકીઓ આપવી એકદમ અર્થ વગરની છે. હુ ઝુકીશ નહી. અને કહ્યું લોકોના હક માટે તેમનો અવાજ હંમેશા સાંભળતી રહીશ.

ભ્રષ્ટાચાર વિરોધી પંચે ખાલિદા, તેના પુત્ર તારિફ રહેમાન અને ચાર અન્ય વ્યક્તિ સામે 2.1 કરોડ ટકાના ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. 2001થી 2006 સુધી બાંગ્લાદેશના વડાપ્રધાન રહેલા ખાલિદા 37 કેસોમાં આરોપી છે, પરંતુ તેમને તમામ કેસમાં જામીન મળી ચુક્યા છે.

First Published: Thursday, 8 February 2018 4:16 PM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો