નેપાળ: વિરાટનગરમાં ભારતીય દૂતાવાસની બિલ્ડિંગ પાસે બ્લાસ્ટ

By: abpasmita.in | Last Updated: Tuesday, 17 April 2018 9:36 AM
નેપાળ: વિરાટનગરમાં ભારતીય દૂતાવાસની બિલ્ડિંગ પાસે બ્લાસ્ટ

નવી દિલ્લી: નેપાળના વિરાટનગરમાં ભારતીય દૂતાવાસ પાસે એક બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટમાં કોઈ નુકસાનની ખબર સામે આવી નથી. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ બ્લાસ્ટ સોમવારે રાત્રે આશરે 8.30 વાગ્યે ભારતીય દૂતાવાસની બિલ્ડિંગ પાસે થયો હતો.

આ ઘટના બાદ નેપાળ પોલીસ તપાસમાં લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે બિલ્ડિંગમાં કોઈ હાજર નહોતું, પરંતુ આ બ્લાસ્ટ દરમિયાન બે ગાર્ડ ત્યાં હાજર હતાં પરંતુ તેમને પણ કોઈ ઈજા નથી પહોંચી. ઉલ્લેખનિય છે કે વિરાટનગર ભારત અને બિહારની અરરિયા સરહદ પાસે છે. આ બ્લાસ્ટ બાદ ભારતીય સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

First Published: Tuesday, 17 April 2018 9:36 AM

ટોપ ફોટો

ફી રેગ્યુલેટરી કમિટીએ કઈ સ્કૂલની 1.29 લાખ ફી કરી મંજૂર, જાણો વિગત
IPL: ક્રિકેટ છોડી દેનારો ગૌતમ ત્રણ વર્ષ પછી પાછો ફર્યો ને રાજસ્થાન રોયલ્સનો હીરો બની ગયો, જાણો વિગત
મુંબઈ ઈન્ડિયન્સને એક જ ઓવરમાં ધરાશાયી કરીને IPLમાં છવાઈ જનારો આ ક્રિકેટર છે કોણ ?
View More »

Related Stories