બ્રિટનમાં દાઉદ ઇબ્રાહિમને ફટકો, 42 હજાર કરોડની સંપત્તિ જપ્ત

By: abpasmita.in | Last Updated: Wednesday, 13 September 2017 12:52 PM
બ્રિટનમાં દાઉદ ઇબ્રાહિમને ફટકો,  42 હજાર કરોડની સંપત્તિ જપ્ત

લંડનઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ વિરુદ્ધ બ્રિટન સરકારે મોટી કાર્યવાહી કરી છે. બ્રિટનમાં દાઉદની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. એક બ્રિટિશ અખબારે દાઉદની સંપત્તિ બ્રિટિશ સરકારે જપ્ત કરી દોવાનો કર્યો હતો જેની કિંમત હજારો કરોડોમાં છે. જપ્ત થયેલી સંપત્તિની કિંમત 42 હજાર કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, દાઉદ ઇબ્રાહિમ દુનિયાનો બીજો સૌથી અમીર ડોન છે. આ અગાઉ યુએઇ સરકારે દાઉદની 15 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

દાઉદ ઈબ્રાહિમની બ્રિટનના વોરવિકશાયરમાં એક હોટલ અને અનેક ઘર છે, જેની કિંમત હજારો કરોડ છે. આ ઉપરાંત મિડલેન્ડ હોટલ સહિત કેટલાંક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યાં છે. ગત મહિને બ્રિટને ફાયનાન્સિયલ સેકશન સાથે જોડાયેલી એસેટ ફ્રીઝ કરવા અંગેનું લિસ્ટ જાહેર કર્યુ હતું, જેમાં દાઉદનું નામ પણ સામેલ હતું.

યુકે ટ્રેઝરી વિભાગની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બ્રિટનમાં દાઉદે 21 નકલી નામોથી સંપત્તિ ખરીદી છે જેમાં જેમાં શેખ, ઈસ્માઇલ, અબ્દુલ અઝીઝ, અબ્દુલ હમીદ, અબ્દુલ રહેમાન, મોહમ્મદ ભાઈ, અનીસ ઈબ્રાહિમ, ઇકબાલ, દિલીપ, અઝીઝ, ફારૂખી, હસન, દાઉદ, મેમણ, કાસ્કર, સાબરી, સાહેબ, હાઝી, સેઠ અને બડા ભાઈનો સમાવેશ કરાયો છે.

 

First Published: Wednesday, 13 September 2017 12:51 PM

ટોપ ફોટો

હવે દારૂ ખરીદવું બનશે મુશ્કેલ, આપવું પડશે ફરજિયાત આધાર કાર્ડ
ક્રિકેટર શ્રીસંતે BCCI ને કહ્યું- ભીખ નથી માંગી રહ્યો, બસ રોજી-રોટી પાછી માગું છું
પંજાબની સહરદ પર 2 પાકિસ્તાની ઘુસણખોરોને BSFના જવાનોએ કર્યા ઠાર
View More »

Related Stories

એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ
એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત

નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ
નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ

નવી દિલ્લી: કેન્દ્રના રેલવે કર્મચારીઓને મોદી સરકાર દ્વારા દિવાળીની બોનસ

નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની હૈદરાબાદમાં ધરપકડ
નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની...

હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસે નિકાહના બહાને સગીર યુવતીઓના સોદા કરી તેમને

J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે જવાન સહિત પાંચ ઇજાગ્રસ્ત
J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે...

પૂંચઃ પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને પૂંચ

રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના હાડપિંજર છે દફન
રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના...

ચંદીગઠ: ડેરા સચ્ચા સૌદાના ચેરપર્શન વિપશ્યના ઈંસા અને વાઈસ પ્રેસિડેન્ટ ડૉ

બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો
બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો...

પટણાઃ બિહારના મુખ્યમંત્રી ભલે ભ્રષ્ટાચાર પર જીરો ટોલરન્સની વાતો કરતા હોય

મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ
મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ

મુંબઇઃ મુંબઇમાં ફરીવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક

ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ ઠાકરે : સુત્ર
ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ...

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં ફરિ એકવાર સંકટ જોવા મળી