પોર્ન ફિલ્મ જોવાના આરોપમાં બ્રિટનના ઉપ પ્રધાનમંત્રીએ આપવું પડ્યું રાજીનામું

By: abpasmita.in | Last Updated: Thursday, 21 December 2017 7:46 PM
પોર્ન ફિલ્મ જોવાના આરોપમાં બ્રિટનના ઉપ પ્રધાનમંત્રીએ આપવું પડ્યું રાજીનામું

લંડન: ક્રિસમસ પહેલા બ્રિટેનના પ્રધાનમંત્રી ટેરિઝાને પોતાના સૌથી નજીકના સહયોગી અને ઉપ પ્રધાનમંત્રી ડૈમિયન ગ્રીનના કેબિનેટમાંથી રાજીનામું આપવાથી મોટો ઝટકો લાગ્યો છે. ગ્રીને તેના દ્વારા મંત્રીઓની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાની પુષ્ટી થયા બાદ રાજીનામું આપ્યું છે. સંસદીય તપાસમાં આ સાબિત થયા બાદ વર્ષ 2008માં હાઉસ ઓફ કોમન્સ કાર્યાલયમાં તેના કંપ્યૂટર પર પોર્નોગ્રાફી મળ્યા હોવાના દાવા અંગે ગ્રીનને જાણકારી હોવી થતા ખોટા અને ભ્રમિત કરનાર નિવેદન આપી મંત્રીઓની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

પોતાના રાજીનામામાં ગ્રીને લખ્યું કે, “હું માફી માગુ છું કે આ અંગે મારા નિવેદનો ભ્રામક હતા.” ખોટા વ્યવ્હારને લઈને તપાસનો સામનો કરી રહેલા ગ્રીને આ વાતથી ઈનકાર કરી દીધો હતો કે વર્ષ 2008માં તેમણે પત્રકાર કેટ મેલ્ટબીના સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો અને વર્ષ 2008માં હાઉસ ઓફ કોમન્સના પોતાના કમ્પ્યૂટર પર પોર્ન વીડિયો જોયો હતો.

રિપોર્ટ અનુસાર, બ્રિટિશ કેબિનેટ કાર્યાલયે પાતાની તપાસમાં કમ્પ્યૂટર પર મળેલી પોર્ન સામગ્રીના સંબંધમાં ગ્રીનનું નિવેદન ખોટું અને ભ્રમિત કરનાર ગણાવ્યું હતું અને તેવું કરીને તેમણે મંત્રીઓ માટે નક્કી કરેલી આચાર સંહિતાનનું ઉલ્લંઘન કર્યું છે.

First Published: Thursday, 21 December 2017 7:46 PM

ટોપ ફોટો

ભારતમાં WhatsApp Business લૉન્ચ, જાણો શું છે નવું આ એપમાં
કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર કર્યા નક્કી? કયા બે નેતાઓને ઉતારી શકે છે મેદાનમાં, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોએ લીધા શપથ
View More »

Related Stories