ઉત્તર કોરિયા આવતા એક મહિનામાં અમેરિકા પર કરી શકે છે પરમાણુ હુમલો : CIA

By: abpasmita.in | Last Updated: Tuesday, 30 January 2018 6:44 PM
ઉત્તર કોરિયા આવતા એક મહિનામાં અમેરિકા પર કરી શકે છે પરમાણુ હુમલો : CIA

ન્યૂયોર્ક: અમેરિકાના ગુપ્ત એજન્સી સીઆઈએના ડાયેરક્ટરે આશંકા વ્યક્ત કરી છે કે ઉત્તર કોરિયા આવતા માહિનામાં અમેરિકા ઉપર પરમાણું હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયા પાસે એવી એવી ઘાતક ન્યૂક્લિયર મિસાઈલ્સ છે, જેનો ઉપયોગ તે આવતા એક માસમાં અમેરિકા ઉપર કરી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું કે ગુપ્ત એજન્સીએ સતત પ્યોંગયાંગ અને કિમ જોંગ-ઉન તરફથી મળતી ધમકીઓ પર હંમેશા ચર્ચા કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાએ 2017માં 20થી વધુ બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટ કરી છે. કિમ જોંગે પણ નવા વર્ષમાં સેનાના મોટાંપાયે ન્યૂક્લિયર હથિયાર બનાવવાનો આદેશ આપ્યો છે.

સીઆઈએના ડાયરેક્ટર માઈક પોમ્પિયોએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, અહીં હંમેશા નોર્થ કોરિયાના અમેરિકા પર હુમલાની ચર્ચા થતી રહી છે. અમારું કામ છે કે, અમે તમામ ઇન્ટેલિજન્સ પ્રેસિડન્ટ ટ્રમ્પ સુધી પહોંચાડતા રહીએ. જેથી સમય પર ખતરાનો સામનો કરવા માટે તેમના પર નોન ડિપ્લોમેટિક વિકલ્પ રહે. પોમ્પિયોએ જણાવ્યું કે, અમેરિકા જો ઉત્તર કોરિયા વિરૂદ્ધ બળ પ્રયોગ કરે તો પણ તે ક્ષેત્ર માટે વિનાશકારી સાબિત થઇ શકે છે જ્યાં અમેરિકાના બે સહયોગી દેશ જાપાન અને દક્ષિણ કોરિયા સ્થિત છે. તેમણે કહ્યું કિમ જોગને ખતમ કરવા અથવા અમેરિકા પર તેના પરમાણું હુમલાની ક્ષમતાને ઘટાડવાની ઘણી સંભાવનાઓ છે.

First Published: Tuesday, 30 January 2018 6:41 PM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો