સાત મુસ્લિમ દેશો પર ટ્રાવેલ બેનનો નિર્ણય પાછો ખેંચી શકે છે ડૉનાલ્ડ ટ્રમ્પ

By: abpasmita.in | Last Updated: Friday, 17 February 2017 1:15 PM
સાત મુસ્લિમ દેશો પર ટ્રાવેલ બેનનો નિર્ણય પાછો ખેંચી શકે છે ડૉનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન: સાત મુસ્લિમ દેશો પર બેનનો આદેશ કરીને આલોચનાનો સામનો કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપ હવે આ મામલે પાછા ફરતા હોવા તેવુ લાગી રહ્યું છે. ડૉનાલ્ડ ટ્રંપના પ્રશાસને કોર્ટમાં પોતાના જવાબમાં કહ્યું કે ટ્રાવેલ બેનને ઝડપથી પાછો લેવામાં આવશે. જેને લઈને કોઈ રિવ્યૂ પેનલની જરૂર નથી. વાઈટ હાઉસે કહ્યું આગામી સપ્તાહે તેને લઈને નવો આર્ડર આગામી સપ્તાહમાં આવી શકે છે. ઉલ્લેખનિય છે કે ડૉનાલ્ડ ટ્રંપે 27 જાન્યુઆરીથી 7 મુસ્લિમ દેશના લોકો પર ઈમિગ્રેશન બેન લગાવ્યો  હતો. ત્યારબાદ અમેરિકાના કેટલાક રાજ્યોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

મીડિયા રિપોર્ટસ અનુસાર વાઈટ હાઉસ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે ડૉનાલ્ડ ટ્રંપનો ઉદ્દેશ દેશની સુરક્ષા છે નહી કે કોઈ નિર્ણયને લઈને કોઈ લાંબી પ્રક્રિયામાં ફસાવું. ઉલ્લેખનિય છે કે ગયા સપ્તાહમાં 3 જજોની બેંચે લોઅર કોર્ટના નિર્ણય રદ્દ કરવાને લઈને મનાઈ કરી દિધી છે.

First Published: Friday, 17 February 2017 1:15 PM

ટોપ ફોટો

પ્રવાસીઓની ટિકિટ કેન્સલેશનમાંથી રેલવેએ કરી તગડી કમાણી
Box Office પર ફ્યૂઝ થઈ સલમાન ખાનની 'ટ્યૂબલાઈટ', ઈદના દિવસે ન કરી શકી કમાલ!
આતંકી ખતરાની વચ્ચે અમરનાથ યાત્રાની પ્રથમ બેચ જમ્મૂથી રવાના
View More »

Related Stories

Recommended