સ્પેન, પોર્ટુગલના જંગલોમાં ભીષણ આગ, 9ના મોત, 25થી વધુ ઘાયલ, 3700 ફાયરફાઈટરો લગાવાયા કામે

By: abpasmita.in | Last Updated: Tuesday, 17 October 2017 7:24 AM
સ્પેન, પોર્ટુગલના જંગલોમાં ભીષણ આગ, 9ના મોત, 25થી વધુ ઘાયલ, 3700 ફાયરફાઈટરો લગાવાયા કામે

મેડ્રિડ: પોર્ટુગલ અને સ્પેનના જંગલો ભીષણ આગની ઝપેટમાં છે. પોર્ટુગલના જંગલોમાં લાગેલી આગથી 6 લોકોના મોત નિપજ્યા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. નાગરિક સુરક્ષા એજન્સીના પ્રવક્તા પેટ્રિસિયા ગાસ્પરે કહ્યું કે આગના કારણે ત્રણ મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા છે. આગના પગલે પોર્ટુગલમાં તાપમાન સરેરાશથી વધી ગયું છે.

પોર્ટુગલમાં આવેલું વાવાઝોડું ઓફેલિયાના સુસવાટા મારતા પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિઓ કોસ્ટાએ તેને આપત્તિ જાહેર કરી છે. પોર્ટુગલના મધ્ય અને ઉત્તરમાં 26 સ્થળો પર આગ ફેલાઈ છે. આગને કાબૂમાં લેવા 3700 ફાયરફાઈટરોને લગાવાયા છે.

સ્પેનના ઉત્તર-પશ્ચિમી ગેલિસિયા ક્ષેત્રના 17 સ્થળો પર લાગેલી આગથી 3 લોકોના મોત થયા છે. ગેલિસિયાની આગ સ્પેનના સૌથી વધુ વસતીવાળા શહેરોમાંથી એક વિગોના ચારે બાજુ ફેલાઈ ગઈ છે. અહીંની યુનિવર્સિટીની કૉલોનીને ખાલી કરાવાઈ છે. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે.

First Published: Tuesday, 17 October 2017 7:23 AM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories