
પેરિસ: ફ્રાંસના દક્ષિણી ભાગમાં બે અલગ અલગ જગ્યા પર આતંકી હુમલો થયો છે. પ્રથમ હુમલો ત્રિવિસ શહેરની સુપરમાર્કેટમાં થયો જેમાં ફાયરિંગમાં
બે લોકોના મોત થયા છે જ્યારે આતંકીઓએ કેટલાક લોકોને બંધક બનાવી લીધા છે.
તેના પહેલા આતંકીઓએ કારસોનમાં કેટલાક પોલિસકર્મીઓ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISIS એ લીધી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે એક શખ્સ સુપરમાર્કેટમાં સવા અગિયાર વાગ્યાની આસપાસ અંદર ઘુસ્યો હતો, ત્યારબાદ સુપરમાર્કેટથી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો.
સ્થાનીક અધિકારીઓએ ટ્વિટ કરી આ વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આઈએસઆઈએસ સંગઠને ફ્રાંસમાં નાગરિકોને બંધક બનાવ્યાની ઘટનાની જવાબદારી લીધી છે.