ભારત સામે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે અમેરિકાએ રાખી શું શરત? જાણો વિગત

By: abpasmita.in | Last Updated: Wednesday, 18 October 2017 5:29 PM
ભારત સામે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે અમેરિકાએ રાખી શું શરત? જાણો વિગત

નવી દિલ્લી: સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિક્કી હેલીએ કહ્યું કે, જો ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સભ્યતા ઈચ્છતું હોય તો વીટો પર પોતાનું રટણ છોડી પડશે. તેની સાથે નિક્કી હેલીએ આ વાત પર જોર આપ્યો કે રશિયા અને ચીન બન્ને એવી વૈશ્વિક શક્તિઓ છે જે સુરક્ષા પરિષદના વર્તમાન ઢાંચામાં પરિવર્તનના વિરોધી છે. હૈલીએ અમેરિકા ભારત મૈત્રી પરિષદ દ્વારા આયોજીત એક સમારોહમાં કહ્યું, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધાર વીટો કરતા અનેક ગણી મોટી છે. સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સદસ્યોની પાસે વીટોનો અધિકાર છે. રશિયા, ચીન, અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ પાસે આ શક્તિ છે અને તેમાંથી કોઈ તેને છોડવા માંગતું નથી તેથી સુરક્ષા પરિષદમાં ભારતનો સમાવેશ કરવાની ચાવી આ વાતમાં છે કે તે વીટોનો રાગ ગાવાનું બંધ કરે.

તેમણે અમેરિકા ભારત મૈત્રી પરિષદના અધ્યક્ષ સ્વદેશ ચેટર્જી દ્વારા કરવામાં આવેલા એક સવાલના જવાબમાં તેમણે આ ટિપ્પણી કરી અને અમેરિકા સુરક્ષા પરિષદમાં સુધારો કરવા તૈયાર છે. હેલીએ કહ્યું કે અમેરિકા કૉંગ્રેસ કે સીનેટની સુરક્ષા પરિષદ સુધારામાં કોઈ વધારે ભુમિકા નથી. તેમણે કહ્યું, તેઓ ખરેખર કંઈ નથી કરી શકતા કારણ કે સુરક્ષા પરિષદનું સ્વરૂપ કેવું હોય, આ મામલા પર સુરક્ષા પરિષદના સદસ્ય કૉંગ્રેસની વાત નહીં સાંભળે.

હેલીએ કહ્યું, આ સંયુક્ત રાષ્ટ્રનો મુદ્દો છે તેથી તેના માટે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારની જરૂરત રહેશે અને હું માનું છું કે ભારતને સુરક્ષા પરિષદમાં જો બદલાવ કરવો હોય તો તે વધુમાં વધુ સમર્થકો જોડે. ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સુધારની માંગ કરી રહ્યું છે. ભારત તથા મોટી સંખ્યામાં દેશોનું માનવું છે કે, સંયુક્ત રાષ્ટ્ર અને તેની શક્તિશાળી સુરક્ષા પરિષદ 21માં સદીની જમીની હકિકતોનું પ્રતિનિધિત્વ નથી કરતી.

 

 

Tags: veto
First Published: Wednesday, 18 October 2017 5:29 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના