ઇન્ટરનેશનલ કોર્ટમાં પાકિસ્તાનની કારમી હાર, કુલભૂષણ જાધવને ફાંસી આપવા પર સ્ટે

By: abpasmita.in | Last Updated: Thursday, 18 May 2017 4:08 PM
ઇન્ટરનેશનલ કોર્ટમાં પાકિસ્તાનની કારમી હાર, કુલભૂષણ જાધવને ફાંસી આપવા પર સ્ટે

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ કોર્ટે પૂર્વ ભારતીય નૌસૈનિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં આપવામાં આવેલી ફાંસીની સજા પર સ્ટે મુક્યો હતો.  હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટે પોતાનો અંતિમ નિર્ણય ના આવે ત્યાં સુધી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસી પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.

ICJના જસ્ટિસ રોની અબ્રાહમે ચુકાદો સંભળાવતા કહ્યું કે, જાધવને જાસૂસ ગણાવવાનો પાકિસ્તાનનો દાવો માની શકાય નહીં. પાકિસ્તાને અદાલતમાં જે દલીલો આપી છે તે ભારતની દલીલો સામે ટકી શકતી નથી. તે સાથે કોર્ટે કહ્યું કે, વિયેના સંધિ હેઠળ ભારતને કુલભૂષણ જાધવને કાઉન્સલર અક્સેસ મળવું જોઇએ. અબ્રાહમે કહ્યું કે, જાધવની ધરપરક વિવાદિત મુદ્દો છે. અંતિમ નિર્ણય ના આવે ત્યાં સુધી જાધવની ફાંસી પર સ્ટે રહેવો જોઇએ.

સાથે કોર્ટે પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવના જિંદગીને ખતરાને લઇને ભારતની ચિંતા પર ધ્યાન આપે અને પાકિસ્તાનને કહ્યું હતું કે, તે ભવિષ્યમાં જાધવ વિરુદ્ઘ કોઇ કાર્યવાહી ના કરે અને તેની સુરક્ષા સુનિશ્વિત કરે.

આ અગાઉ કોર્ટમાં ભારત અને પાકિસ્તાને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ભારતે પુરાવા સાથે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, જાધવ પર પાકિસ્તાને તમામ આરોપો ખોટા લગાવ્યા છે. જ્યારે પાકિસ્તાને આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણાવી ઇન્ટરનેશનલ કોર્ટમાં સુનાવણી પર સવાલ ઉભા કર્યા હતા.

First Published: Thursday, 18 May 2017 4:00 PM

ટોપ ફોટો

ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
View More »

Related Stories

ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે
ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે 13,000 કરોડ