ભારત-પાકે પોતપોતાના ન્યૂક્લિયર ઠેકાણાંનું લિસ્ટ જાહેર કર્યું, 29 વર્ષ પહેલાં થયો'તો કરાર

By: abpasmita.in | Last Updated: Monday, 1 January 2018 4:14 PM
ભારત-પાકે પોતપોતાના ન્યૂક્લિયર ઠેકાણાંનું લિસ્ટ જાહેર કર્યું, 29 વર્ષ પહેલાં થયો'તો કરાર

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાને એક સુરક્ષા કૉન્ટ્રાક્ટર અંતર્ગત આજે 1લી જાન્યુઆરીએ પોતપોતાના એટમી-ન્યૂક્લિયર ઠેકાણાંઓનું લિસ્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બન્ને દેશો વચ્ચે 29 વર્ષ પહેલા એક કરાર થયો હતો જે અંર્તર્ગત દર વર્ષે 1લી જાન્યુઆરીએ પોતપાતોના ન્યૂક્લિયર ઠેકાણાંઓનું લિસ્ટ જાહેર કરે છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી હતા.

 

બન્ને દેશો એકબીજાના એટમી ઠેકાણાંઓ પર એટેક નથી કરી શકતા…
– ભારત-પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર 1988નાં રોજ સમજૂતી કરવામાં આવી હતી. જેને 27 જાન્યુઆરી 1991નાં રોજથી લાગુ કરવામાં આવી હતી.
– આ એગ્રીમેન્ટ અંતર્ગત ભારત-પાકિસ્તાન એકબીજાના એટમી ઠેકાણાંઓ પર હુમલા ન કરી શકે.
– બંને દેશો વચ્ચે આ યાદી 27મી વખત બહાર પાડવામાં આવી છે. પ્રથમ લીસ્ટ 1લી જાન્યુઆરી, 1992નાં રોજ જાહેર કરવામાં આવી હતી.

 

વિશ્વમાં કેટલાં એટમી હથિયારો?
રશિયાઃ 7,000
અમેરિકાઃ 6,800
ફ્રાંસઃ 300
ચીનઃ 260
યુકેઃ 215
પાક.: 130
ભારતઃ 120
ઇઝરાયેલઃ 80

First Published: Monday, 1 January 2018 4:07 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories