પાકિસ્તાનનો આરોપ- 'ભારત પાસે 2600 ન્યૂક્લિયર વેપન્સનો જથ્થો છે'

By: abpasmita.in | Last Updated: Friday, 19 May 2017 6:37 PM
પાકિસ્તાનનો આરોપ- 'ભારત પાસે 2600 ન્યૂક્લિયર વેપન્સનો જથ્થો છે'

નવી દિલ્હીઃ ઇન્ટરનેશન કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવ્યા બાદ પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)માં શાંતિપૂર્ણ વ્યવસ્થા માટે આપવામાં આવેલા ન્યૂક્લિયર મટીરિયલ્સનો ઉપયોગ હથિયારો બનાવવા માટે કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જકારિયાએ કહ્યું હતું કે, ભારત આ ગ્રુપ હેઠળ ન્યૂક્લિયર ફ્યુલ, સામાન અને ટેકનિકનો ઉપયોગ હથિયાર બનાવવવા માટે કરી રહ્યું છે. ભારત દ્ધારા પરમાણુ ઉર્જાના આ રીતે દુરુપયોગ પરમાણુ પ્રસાર સંબંધિત એક ગંભીર મુદ્દો છે. એટલું જ નહીં આ દક્ષિણ એશિયાની સાથે સાથે પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર પ્રભાવ પાડી શકે છે.

તેમણે આ આરોપ હાવર્ડ કેનેડી સ્કૂલ અને અન્ય રિપોર્ટના આધાર પર લગાવ્યો હતો. જકારિયાએ કહ્યું કે, ભારત વિશ્વભરના દેશો પાસેથી મળતા ન્યૂક્લિયર મટીરિયલ્સનો અસુરક્ષિત ઉપયોગ કરી રહ્યું છે. ભારતનો પરમાણુ કાર્યક્રમ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતે 2600 ન્યૂક્લિયર વેપન્સનું મટીરિયલ્સ એકઠું કરી લીધું છે. એવામાં એનસીજીમાં સામેલ સભ્યોની ફરજ બને છે કે તે આ મુદ્દે ધ્યાન આપે.

First Published: Friday, 19 May 2017 6:37 PM

ટોપ ફોટો

જાણો પહેલા વીકએન્ડમાં સલમાનની ટ્યૂબલાઈટે કેટલી કરી કમાણી
વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પહેરીને બેટિંગ કરી યુવરાજે, જાણો પછી શું થયું
ટ્રમ્પ રાજમાં ઇફ્તાર પાર્ટી બંધ, વ્હાઈટ હાઉસમાં તૂટી 20 વર્ષ જૂની પરંપરા
View More »

Related Stories

સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં મોત
સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં...

  નવી દિલ્લી: તેલગુ ફિલ્મોમાં સુપરસ્ટાર રવિ તેજાનો ભાઈ ભૂપતિરાજૂ ભરત

મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો, પોલીસને આત્મહત્યાની શંકા
મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો,...

મુંબઈ: ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અંજલિ શ્રીવાસ્તવનો મૃતદેહ મુંબઈના અંધેરી

Recommended