ઈન્ડિયન નેવીનો ઓમાન સાથે નૌસૈન્ય અભ્યાસ, પનડુબ્બી અને P8I વિમાન કર્યા તહેનાત

By: abpasmita.in | Last Updated: Thursday, 21 December 2017 3:44 PM
ઈન્ડિયન નેવીનો ઓમાન સાથે નૌસૈન્ય અભ્યાસ, પનડુબ્બી અને P8I વિમાન કર્યા તહેનાત

 

નવી દિલ્લી: ભારતીય નૌસેનાએ ઓમાનની નૌસેના સાથે દ્વિપક્ષિય નૌસૈન્ય અભ્યાસ માટે પ્રથમ વખત એક પનડુબ્બી અને લાંબા અંતર સુધી નજર રાખતા વિમાન P8Iને તહેનાત કર્યા છે.

અભ્યાસના 11માં સંસ્કરણ ‘નસીમ અલ બહ્ર’ કે ‘સી બ્રિજ’ ઓમાનના તટ પર 17 ડિસેમ્બરે થયો. વર્ષ 1993 બાદ આ દ્વિવાર્ષિક અભ્યાસ થતો રહ્યો છે. ભારતીય નૌસેનાએ અભ્યાસ માટે બે નૌસેન્ય જહાજો- આઈએનએસ ત્રિખંડ અને આઈએનએસ તેગને પણ તહેનાત કર્યા છે.

ઓમાન ખાડી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ દેશ હોવાની સાથે સાથે ભારતનો સમુદ્રી પાડોશી પણ છે. ભારત અને ઓમાન ભૌગોલિક, ઐતિહાસિક તથા સાંસ્કૃતિક રૂપથી જોડાયેલા છે. વર્ષ 2015-16માં 3.86 બિલિયન ડૉલરથી વધુ દ્વિપક્ષીય વ્યાપાર સાથે ઓમાન, ખાડી ક્ષેત્રમાં ભારતની એક મહત્વપૂર્ણ વ્યાપારિક ભાગીદારી છે. બન્ને દેશો વચ્ચે રક્ષા સંબંધો પણ છે. જેના હેઠળ ઉચ્ચસ્તરીય યાત્રાએ અને સંયુક્ત સૈન્ય અભ્યાસ આયોજિત કરવામાં આવે છે.

 

 

First Published: Thursday, 21 December 2017 3:44 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories