ચેક કરવા માટે ચાટી આઇફોનની બેટરી અને થઇ ગયો બ્લાસ્ટ

By: abpasmita.in | Last Updated: Thursday, 25 January 2018 4:42 PM
ચેક કરવા માટે ચાટી આઇફોનની બેટરી અને થઇ ગયો બ્લાસ્ટ

શાંઘાઇઃ શું તમે આઇફોન યૂઝ કરો છો? તો તમારા માટે આ સમાચાર ચોંકાવનારા છે. ચીનમા એક શખ્સે તેની આઇફોનની બેટરીને ચેક કરવા માટે મ્હોમાં મુકી ત્યારે અચાનક બ્લાસ્ટ થઇ ગયો. બ્લાસ્ટ એટલો ધમાકા સાથે થયો કે આજુબાજુના લોકો સુધી આગળની જ્વાળા ફેલાઇ. જોકે, આનો વીડિયો સોશ્યલ મીડિયા પર અત્યારે વાયરલ થઇ રહ્યો છે.

ખરેખર, આ દૂર્ઘટના શુક્રવારે ઘટી હતી. આઇફોનની બેટરી ચીનમાં ફૂટી એ બરાબર પણ કયા વિસ્તારમાં આ દૂર્ઘટના ઘટી તે સ્પષ્ટ થઇ શક્યું નથી. વીડિયો અનુસાર, વ્યક્તિ કોઇ મોબાઇલ શૉપમાં છે અને તેની આસપાસ કેટલાક લોકો પણ ઉભા છે. વ્યક્તિ જ્યારે તેની આઇફોનની બેટરીને ચેક કરવા મ્હોથી ચાટે છે ત્યારે અચનાક બ્લાસ્ટ થઇ જાય છે. આગળની લપટો આજુબાજુના વ્યક્તિઓ સુધી પણ પહોંચી જાય છે. નોંધનીય છે કે, આઇફોનની બેટરી લિથિયમ આયર્નની બનેલી હોય છે જેના કારણે ધમાકો એકાએક થઇ ગયો.

ઉલ્લેખનીય છે કે, આવું અનેકવાર બન્યું છે કે કેટલાક લોકો ફોનની બેટરીને જુદીજુદી રીતે ચેક કરતાં હોય છે, જે ઘણીવાર જીવનુ જોખમ બની શકે છે. જો એક્સપર્ટની સલાહ માનીએ તો ફોનની બેટરી ક્યારે પણ મ્હોમાં ના નાંખવી જોઇએ, કેમકે બેટરી અનેક પ્રકારના કેમિકલ્સથી બનાવવામાં આવે છે અને લિથિયમ આયનથી ભરેલી હોય છે. એ જરૂરી નથી કે દરેકવાર બેટરીમાં દરેકવાર આટલો ખતરનાક ધમાકો થાય પણ આગ લાગવાની આશંકા હંમેશા રહે છે.

First Published: Thursday, 25 January 2018 4:31 PM

ટોપ ફોટો

IND vs SA: આફ્રિકા પ્રવાસમાં તમામ મેચ રમનાર ક્રિકેટર બન્યો આ ગુજરાતી
કેપટાઉન T 20: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 173 રનનો આપ્યો લક્ષ્યાંક, શિખર ધવનના 47 રન
ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, T-20 સીરીઝ જીતી સાઉથ આફ્રિકામાં મચાવી ડબલ ધમાલ
View More »

Related Stories

આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ
આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ

નવી દિલ્હીઃ આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની ટી-20