માલદીવમાં હાઇએલર્ટ, રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવ, હજારો લોકો રસ્તા પર ઉતર્યા

By: abpasmita.in | Last Updated: Monday, 5 February 2018 8:44 AM
માલદીવમાં હાઇએલર્ટ, રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવ, હજારો લોકો રસ્તા પર ઉતર્યા

નવી દિલ્હીઃ માલદીવમાં સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઇ ગઇ છે જેને કારણે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને નવ રાજકીય કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિએ આ આદેશ માનવાનો ઇનકાર કર્યો હતો.

સરકારે આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો વિરોધ કર્યો હતો. સરકારે આ નિર્ણય પર પુનવિચાર કરવાની અપીલ કરી હતી જેને અદાલતે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, સરકાર અમારા જૂના ચુકાદાનું પાલન  કરે બાદમાં અરજી સ્વીકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અબદુલ્લા સઇદે કહ્યું કે અસંતુષ્ટોને મુક્ત કરવા જોઇએ કારણ કે તેમના વિરુદ્ધ રાજનીતિને કારણે કેસ નોંધવામાં આવ્યા છે. માલદીવની રાજધાની માલેમાં હજારો લોકો સરકારના વિરોધમા રસ્તા પર ઉતરી આવ્યા છે.

ચીફ જસ્ટીસ અબદુલ્લા સઇદે દાવો કર્યો હતો કે તેમને અને તેમના સાથી જજ અલી હમીદ અને ન્યાયિક અધિકારી હસન હસીદને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. તેઓ રાત્રે કોર્ટમાં જ રહેશે. સુરક્ષાદળો અને પોલીસે સુપ્રીમ કોર્ટને ઘેરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સરકારની પુનવિચાર અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

કોર્ટે કહ્યું કે, જૂના આદેશનું પાલન થાય અને કેદીઓની મુક્તી બાદ સરકાર ફરીથી તેમના પર કેસ ચલાવી શકે છે. ઉલ્લેખનીય છે કે 12 સાંસદોને મુક્ત કરવા પર યામીનની પાર્ટી અલ્પમતમાં આવી જશે અને તેમના પર મહાભિયોગનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ સાંસદો સત્તા પક્ષથી અલગ થઇને વિપક્ષમાં સામેલ થઇ ગયા હતા. પોલીસે રવિવારે બે વિપક્ષી સાંસદોની ધરપકડ કરી હતી જે આજે જ સ્વદેશ પાછા ફર્યા હતા.

 

First Published: Monday, 5 February 2018 8:44 AM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો