માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

By: abpasmita.in | Last Updated: Wednesday, 14 February 2018 9:36 PM
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો કરી લીધો છે. સૈન્યના જવાનોએ સંસદમાં રહેતા સાંસદોને ખેંચીને બહાર કાઢ્યા હતા. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

MDPના મહાસચિવ અનસ અબ્દુલ સત્તારે કહ્યું કે, સુરક્ષા દળોએ સાંસદોને સંસદની બહાર ફેંકી દીધા છે. ચીફ જસ્ટિસ અબદુલલ્લા સઇદ સચ્ચાઇ સામે લાવી રહ્યા હતા અને તેમને પણ તેમની ચેમ્બરમાંથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા છે.

આ અગાઉ મંગળવારે સૈન્યએ સંસદને ઘેરી લીધી હતી. આ રાજકીય ગતિરોધની શરૂઆત માલદીવના રાષ્ટ્રપતિ અબદુલ્લ  યામીન અને ન્યાયપાલિકા વચ્ચે ટકરાવને કારણે થયા હતા. શનિવારે રાષ્ટ્રપતિ યામીને યુરોપિયન યુનિયન, જર્મની અને બ્રિટનના પ્રતિનિધિઓને મળવાનો ઇનકાર કરી દીધો હતો. માલદીવમાં છેલ્લા સપ્તાહથી ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર હાઇકમિશનર જીદ રાદ અલ હુસૈને આ સ્થિતિને લોકતંત્ર પર હુમલો ગણાવ્યો હતો. વિપક્ષી નેતાઓને નજર કેદ રાખવામાં આવી રહ્યા છે.

 

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 9 રાજકીય કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે તેમના વિરુદ્ધ કેસ ચલાવવામાં નહી આવે. રાષ્ટ્રપતિ યામીને સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાનો ઇનકાર કર્યો હતો અને ચીફ જસ્ટિસની ધરપકડ કરાવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે  પોતાનો આદેશ પાછો ખેંચી લીધો હતો.

 

First Published: Wednesday, 14 February 2018 9:36 PM

ટોપ ફોટો

IND vs SA: આફ્રિકા પ્રવાસમાં તમામ મેચ રમનાર ક્રિકેટર બન્યો આ ગુજરાતી
કેપટાઉન T 20: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 173 રનનો આપ્યો લક્ષ્યાંક, શિખર ધવનના 47 રન
ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, T-20 સીરીઝ જીતી સાઉથ આફ્રિકામાં મચાવી ડબલ ધમાલ
View More »

Related Stories

આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ
આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ

નવી દિલ્હીઃ આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની ટી-20