માલદીવે ભારતને આપ્યો ઝટકો, નૌસૈનિક અભ્યાસનો પ્રસ્તાવ ફગાવ્યો

By: abpasmita.in | Last Updated: Tuesday, 27 February 2018 7:49 PM
  માલદીવે ભારતને આપ્યો ઝટકો, નૌસૈનિક અભ્યાસનો પ્રસ્તાવ ફગાવ્યો

નવી દિલ્લી: માલદીવમાં ચાલી રહેલું રાજકીય સંકટ ભારત સાથે તેના દ્વિપક્ષીય સબંધોને પ્રભાવિત કરી રહ્યું છે. ભારતે માલદીવને ક્ષેત્રિય નૌસૈનિક અભ્યાસમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું જેનો માલદીવે ઈનકાર કરી દીધો છે. માલદીવે આઠ દિવસીય નૌસૈનિક અભ્યાસ ‘મિલન’માં સામેલ થવા ભારતે આપેલા આમંત્રણને ફગાવી દીધું છે.ભારતીય નૌસેનાએ મિલન એક્સરસાઇઝનું આયોજન પોર્ટબ્લેયરમાં 6થી 13 માર્ચ સુધી કરશે. જેમાં ભારત સહિત 17 દેશોની નૌસેનાઓ ભાગ લેશે.

ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબાએ કહ્યું, અમે માલદીવને મિલનમાં ભાગ લેવા માટે પ્રસ્તાવ આપ્યો હતો, જેને તેઓએ ફગાવી કરી દીધો છે. માલદીવે તેનું કોઇ કારણ નથી જણાવ્યું. અત્યાર સુધી 16 દેશ મિલનમાં ભાગ લેવા પર સહમતિ વ્યક્ત કરી ચૂક્યા છે. એડમિરલ લાંબાએ કહ્યું, ઇન્ડિયન ઓશનમાં ચીનની ગતિવિધિઓ પર અમારી નજર છે. ભારતીય સેનાના 8થી 10 જહાજ ઇન્ડિયન ઓશનમાં દરેક સમયે ગોઠવાયેલા રહે છે.

ઉલ્લેખનીય છે કે, માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને 5 ફેબ્રુઆરીએ ઇમરજન્સીની જાહેરાત કરી હતી જેના બાદ ભારત અને માલદીવના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. ઈમરજન્સીની અવધિ 15થી વધીને 30 દિવસ સુધી કરવા પર ભારતે પ્રતિક્રિયા આપતા તેને ગેરબંધારણીય ગણાવી હતી. તેના જવાબમાં માલદીવે કહ્યું હતું કે, ભારત હકીકતને તોડી-મરોડીને રજૂ કરી રહ્યું છે. તે અમારાં સંવિધાન અને કાયદાની અવગણના છે.

First Published: Tuesday, 27 February 2018 7:25 PM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories