માલદીવમાં 15 દિવસની કટોકટી જાહેર, ભારતીય પ્રવાસીઓને સતર્ક રહેવા વિદેશ મંત્રાલયની સલાહ

By: abpasmita.in | Last Updated: Tuesday, 6 February 2018 9:11 AM
માલદીવમાં 15 દિવસની કટોકટી જાહેર, ભારતીય પ્રવાસીઓને સતર્ક રહેવા વિદેશ મંત્રાલયની સલાહ

માલેઃ માલદીવમાં વધતા રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમે 15 દિવસ માટે કટોકટી જાહેર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે રાજકીય કેદીઓને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. જેને માનવા રાષ્ટ્રપતિ ગયૂમે ઇન્કાર કરી દેતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય સમય મુજબ સોમવારે સાંજે સરકારી ટેલીવિઝન પર રાષ્ટ્રપતિની સહયોગી અજિમા શુકૂરે ઇમરજન્સી જાહેર કરી હતી. માલદીવના રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ આની જાણકારી આપવામાં આવી છે.

ભારતના વિદેશ મંત્રાલયે માલદીવમાં ભારતીય પ્રવાસીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. મંત્રાલયે સાવધાની રાખવા અને સાર્વજનિક સમારોહમાં જવાથી બચવા કહ્યું છે.

રાષ્ટ્રતિ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, માલદીવની કલમ 253 અંતર્ગત આગામી 15 દિવસો માટે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીન અબ્દુલ ગયૂમે કટોકટી જાહેર કરી દીધી છે. આ દરમિયાન કેટલાક અધિકારો મર્યાદીત રહેશે, પરંતુ સામાન્ય હલચલ, સેવાઓ અને વ્યાપારને તેનાથી અસર થશે.

રિપોર્ટ મુજબ કટોકટી બાદ સુરક્ષા દળોને શંકાસ્પદોની ધરપકડ કરવા માટે વધારાની છૂટ મળી જશે.

First Published: Monday, 5 February 2018 9:53 PM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો