
બેઇજિંગઃ બેઇજિંગ તરફ જઈ રહેલા એર ચાઇનાના એક વિમાનને માનસિક રીતે બીમાર એક વ્યક્તિએ ફાઉન્ટેન પેનનો હથિયાર તરીકે ઉપયોગ કરીને ફ્લાઇટ એટેન્ડેન્ટને બંધક બનાવી લીધો હતો. આ ઘટનાના કારણે વિમાનને અધવચાળે ઉતારવું પડ્યું.
સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઇના (સીએએચસી)એ જણાવ્યું ક, વ્યક્તિએ ક્રૂ મેમ્બરને ધમકાવવા માટે પેનનો ઉપયોગ કર્યો. વિમાને દક્ષિણ હુઆનની રાજધાની ચાંગશા શહેરથી સ્થાનિક સમય પ્રમાણે સવારે 8.40 કલાકે ઉડાન ભરી હતી. જેને બેઇજિંગ એરપોર્ટ પર સવારે 11 વાગે ઉતરવાનું હતું.
સીએચસીએ કહ્યું કે, ઘટના બાદ પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. પોલીસના કહેવા મુજબ 41 વર્ષીય અનહુઆનો રહેવાસી વ્યક્તિનો માનસિક બીમારીનો ઇતિહાસ છે. આ ઘટના બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.