ફેસબુક પર પોતાની પોસ્ટમાં ઝકરબર્ગે લખ્યું- મોદી પાસેથી શીખો સોશિયલ મીડિયાનો ઉપયોગ

By: abpasmita.in | Last Updated: Friday, 17 February 2017 3:56 PM
ફેસબુક પર પોતાની પોસ્ટમાં ઝકરબર્ગે લખ્યું- મોદી પાસેથી શીખો સોશિયલ મીડિયાનો ઉપયોગ

ન્યૂયોર્કઃ ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝકરબર્ગે પોતાની ફેસબુક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો છે. ઝકરબર્ગે પોતાની આ પોસ્ટમાં Building Global Community’ વિષય પર ચર્ચા કરી છે. ઝકરબર્ગે આ લેખમાં વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપતા કહ્યું કે, વડાપ્રધાન મોદી પોતાના મંત્રીઓ પાસેથી ફેસબુક પર જાણકારી આપવાની સલાહ આપે છે કારણ કે તેનાથી લોકોના સીધા જ ફિડબેક મળી શકે છે.

ઝકરબર્ગે જણાવ્યું હતું કે, હાલના દિવસોમાં કેવી રીતે આજે લોકો ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પોતાના નેતા પાસે મુદ્દાઓ અને અન્ય જરૂરીયાતો માટે જોડાયેલા રહે છે. ઝકરબર્ગે જણાવ્યું કે,  સોશિયલ મીડિયા પ્રજાને પોતાના નેતાઓ સાથે સીધા સંપર્કમાં રહેવામાં મદદ કરે છે.

પોતાની પોસ્ટમાં ઝકરબર્ગે વૈશ્વિક રાજનીતિ અંગે લખ્યું છે. આ દરમિયાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો. ઝકરબર્ગે જણાવ્યું કે, કેન્યામાં એક આખુ ગામ વોટ્સએપ પર જોડાયેલું છે જેમાં તેમના પ્રતિનિધિ સામેલ છે. તાજેતરમાં જ આખી દુનિયામાં ભારત, ઇન્ડોનેશિયા અને યુરોપથી લઇને અનેક દેશોમાં અનેક નેતાઓને વિજય બનતા જોયા છે જેઓ ફેસબુક પર સૌથી વધુ જોડાયેલા છે.

 

First Published: Friday, 17 February 2017 3:56 PM

ટોપ ફોટો

હોસ્પિટલથી ઘરે પહોંચ્યા કરણના Twins યશ અને રૂહિ, જુઓ તસવીરો
મલાઈકાથી અલગ થયા પછી આ રોમાનિયન યુવતીને ડેટ કરી રહ્યો છે અરબાઝ, જુઓ PICS
અમદાવાદઃ 'નદીમાં પડવા જઈએ છીએ' કહી દરવાજાને મારી દીધી સ્ટોપર, સાબરમતીમાંથી મળી દંપતીની લાશ
View More »

Related Stories

VIDEO SONG: પરિણીતીએ પોતાની ફિલ્મમાં પહેલીવાર ગાયું ગીત, જુઓ
VIDEO SONG: પરિણીતીએ પોતાની ફિલ્મમાં પહેલીવાર ગાયું ગીત, જુઓ

નવી દિલ્લી: બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ સંગીતની દુનિયામાં પગલા માંડી

આ શોર્ટ ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કરતા પહેલા જ પ્રત્યુશાએ કરી લીધી'તી આત્મહત્યા, જાણો ક્યારે થશે રિલીઝ
આ શોર્ટ ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કરતા પહેલા જ પ્રત્યુશાએ કરી લીધી'તી...

બાલિકા વધુ’ ફેમ એક્ટ્રેસ પ્રત્યુષા બેનરજીની છેલ્લી શોર્ટ ફિલ્મ તેની

Recommended