લીબિયામાં નાવ દુર્ઘટના, 90 લોકોના મોતની આશંકા

By: abpasmita.in | Last Updated: Friday, 2 February 2018 6:09 PM
લીબિયામાં નાવ દુર્ઘટના, 90 લોકોના મોતની આશંકા

 

નવી દિલ્લી: લીબિયાના સમુદ્રમાં શુક્રવારે પ્રવાસીઓની એક નાવ પલટી જતા 90થી વધુ લોકોના મોત થવાની આશંકા છે. આંતરરાષ્ટ્રીય સંગઠન આઈઓએમ અનુસાર લીબિયાના કિનારેથી 10 મૃતદેહ મળી આવ્યા છે. જેમાંથી આઠ પાકિસ્તાની જ્યારે બે લીબિયાના નાગરિક છે. આ લોકો ગેરકાયદે રીતે લીબિયાના રસ્તે ઇટલી અથવા યુરોપ જઈ રહ્યાં હતા.

હેડસને જણાવ્યું કે, બોટનું બેલેન્સ ખરાબ થવાના કારણે આ ઘટના બની. તેઓએ કહ્યું કે, ભૂમધ્ય સાગરના રસ્તે યુરોપમાં ગેરકાયદેસર રીતે દાખલ થવાની કોશિશ કરનારાં મોટાંભાગના લોકો લીબિયા અથવા પાકિસ્તાનના હોય છે.

ગત મહિને 6 જાન્યુઆરીએ એક નાવ ડૂબવાથી 25 લોકોના મોત થયા હતા. નાવમાં ક્ષમતા કરતા 150 લોકો સવાર હતા. તેમને ગેરકાયદેસર ઈટલીની સરહદમાં ઘુસાડવામાં આવી રહ્યાં હતા. ઈટલીના તટરક્ષક દળે 85 લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા.

જણાવી દઈએ કે આફ્રીકી દેશોથી ભૂમધ્ય સમુદ્ર પાર કરીને યૂરોપ જનારા શરણાર્થીઓનું લીબિયા કેન્દ્ર રહ્યું છે. યૂરોપીય સંઘ અને તૂર્કીની વચ્ચે એક સમજૂતી બાદ ગ્રીસ જવાનો રસ્તો બંધ કર્યા બાદ મોટી સંખ્યામાં પ્રવાસી હવે ભૂમધ્ય સમુદ્રના રસ્તે આવે છે.

First Published: Friday, 2 February 2018 6:09 PM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો