નોર્થ કોરિયાએ કરી મોટી ભૂલ, પોતાના શહેર પર છોડી મિસાઇલ

By: abpasmita.in | Last Updated: Friday, 5 January 2018 5:39 PM
નોર્થ કોરિયાએ કરી મોટી ભૂલ, પોતાના શહેર પર છોડી મિસાઇલ

નવી દિલ્હીઃ સતત મિસાઇલનું પરિક્ષણ કરીને વિશ્વમાં ખળભળાટ મચાવનારા નોર્થ કોરિયાથી ખૂબ મોટી ભૂલ થઇ છે. એક રિપોર્ટ પ્રમાણે, ઉત્તર કોરિયાએ ભૂલથી એક મિસાઇલ પોતાના શહેર પર છોડી હતી. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા વર્ષે 28 એપ્રિલના રોજ હવાસોંગ-12 નામની બેલેસ્ટિક મિસાઇલ અંગે શરૂઆતમાં એમ સમજવામાં આવ્યું હતું કે તે ફાટીને બેકાર થઇ ગઇ છે પરંતુ જે હકીકત સામે આવી રહી છે તે પ્રમાણે, આ મિસાઇલ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયોંગથી લગભગ 90 માઇલ દૂર ટોકચોન શહેર પર જઇ પડી હતી. ટોકચોન શહેરની કુલ વસ્તી લગભગ બે લાખથી વધુ છે.

ડિપ્લોમેટ મેગેઝીને અમેરિકન જાસૂસી સૂત્રો અને સેટેલાઇટ તસવીરો સાથે જણાવ્યું કે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ શહેર પર મિસાઇલ પડતા ઇન્ડસ્ટ્રિયલ અને એગ્રીકલ્ચરલ ઇમારતોને ખૂબ નુકસાન થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુકચાંગ હવાઇ ક્ષેત્રથી આ મિસાઇલ લોન્ચ કર્યા બાદ તે ઉત્તર-પૂર્વ દિશામાં 24 માઇલ સુધી ગઇ હતી. બાદમાં તે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી. આ મિસાઇલનું એન્જિન ખરાબ થઇ ગયું હોવાનું અમેરિકન સૂત્રોએ જણાવ્યું હતું.

આ મિસાઇલ પડતા મોટો વિસ્ફોટ થયો હતો. પબ્લિકેશને કહ્યું કે, નોર્થ કોરિયાના તાનાશાહની સિક્રેસીને કારણે પુષ્ટી કરવી સંભવ નથી કે આ ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા હતા.

 

First Published: Friday, 5 January 2018 5:39 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories