તાનાશાહ કિમ જોંગને ટ્રંપે આપી ચેતવણી, કહ્યું- ધીરજ દેખાડવાનો સમય ગયો

By: abpasmita.in | Last Updated: Monday, 6 November 2017 8:12 PM
તાનાશાહ કિમ જોંગને ટ્રંપે આપી ચેતવણી, કહ્યું-  ધીરજ દેખાડવાનો સમય ગયો

ટોકિયો: અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક વાર ફરી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને આકરી ચેતવણી આપી છે. પોતાની એશિયાઈ યાત્રાના બીજા દિવસે સોમવારે ટ્રંપે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેની ઉપસ્થિતિમાં કહ્યું કે ઉત્તર કોરિયાને લઈને ‘રણનીતિક ધૈર્ય’ દેખાડવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. ટ્રંપે વધુમાં કહ્યું કે ઉત્તર કોરિયાઈ પરમાણુ કાર્યક્રમને વિશ્વ સભ્યતા, અંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે ખતરો ગણાવ્યો. ઉત્તર કોરિયા પર લગામ લગાવવાના તમામ વિકલ્પ પર વિચારની નીતિ પર જાપાનનો સાથ મળતા ટ્રપનું આ નિવેદન સામે આવ્યું છે.

એટલું જ નહીં જાપાના પ્રધાનમંત્રી શિંજો આબેએ પણ ટ્રંપના નિવેદનને સમર્થન આપ્યું કે ઉત્તર કોરિયા સાથે લડવા માટે સેન્ય દળના ઉપયોગ સહિત તમામ વિકલ્પ સંપૂર્ણ રીતે ખુલ્લા છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ પણ અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રંપ આ સંકેત આપી ચુક્યા છે. ડોનાલ્ડ ટ્રંપે એલાન કર્યું છે કે ઉત્તર કોરિયાઈ ખતરા સામે અમેરીકા જાપાન સાથે રહેશે. તો બીજી બાજુ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે એ પણ કહ્યું કે ઉત્તર કોરિયા સામે  બંન્ને દેશો એકજૂથ થઈને લડશે.

First Published: Monday, 6 November 2017 8:12 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories