
સિયોલઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને નવા વર્ષના પ્રથમ દિવસે જ ફરી એક વખત ચેતવણી આવી છે. કિમ જોંગે કહ્યું કે, તેના હાથમાં પરમાણુ ધડાકાના બટન છે, જેને તેઓ ગમે ત્યારે દબાવી શકે છે. ઉત્તર કોરિયાએ 2018માં પણ તેની પરમાણુ શક્તિને વિકસિત કરવાનું અભિયાન ચાલુ રાખવાનો ફેંસલો લીધો છે.
ઉત્તર કોરિયાનો પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્ર હોવાનો દાવો ફરી એક વખત કરતા કિમે કહ્યું કે, પરમાણુ હથિયારોનું લોન્ચ બટન હંમેશા મારી પહોંચમાં છે. આ બ્લેકમેલિંગ નહીં પરંતુ વાસ્તવિકતા છે.
સીએનએને કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી(કેસીએનએ)ના રિપોર્ટનો ઉલ્લેખ કરી કહ્યું, તેમની નીતિમાં કોઈ પ્રકારના ફેરફારની અપેક્ષા ન રાખવામાં આવે. એક અજય શક્તિના રૂપમાં ઉત્તર કોરિયાના અસ્તિત્વને ક્યારેય ઓછું ન આંકી શકાય અને ન તો નકારી શકાય છે. એક જવાબદાર પરમાણુશક્તિના રૂપમાં ઉત્તર કોરિયા તમામ અવરોધો પાર કરીને સ્વતંત્રતા અને ન્યાયની રાહ પર ચાલશે.
કિમ જોંગે કહ્યું કે, અમેરિકા હવે ક્યારેય આપણા વિરૂદ્ધ જંગ શરૂ નહીં કરી શકે. કેમકે આપણાં એટમી હથિયાર તેને નેસ્તનાબૂદ કરી દેશે. સમગ્ર અમેરિકા આપણાં પરમાણુ હથિયારની રેન્જમાં છે. આ હથિયારોનું બટન હંમેશા મારા ટેબલ પર જ રહે છે. અને તે એક સત્ય વાત છે તેને ધમકી ન સમજવી જોઈએ. ઉત્તર કોરિયા આત્મરક્ષા માટે અને હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખી તેની પરમાણુ શક્તિઓનું વિસ્તરણ કરતું રહેશે.