ઓસ્કાર-2018ઃ ‘ધ શેપ ઓફ વોટર’ બની બેસ્ટ ફિલ્મ, ગૈરી ઓલ્ડમેનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

By: abpasmita.in | Last Updated: Monday, 5 March 2018 11:03 AM
ઓસ્કાર-2018ઃ ‘ધ શેપ ઓફ વોટર’ બની બેસ્ટ ફિલ્મ, ગૈરી ઓલ્ડમેનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

નવી દિલ્હીઃ હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં 90મા એકેડમી એવોર્ડ આપવામાં આવ્યા હતા.ફિલ્મ ધ શેપ ઓફ વોટરને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ એનાયત કરાયો હતો. ફ્રાન્સિસ મૈકડોરમૈડને ફિલ્મ થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ મિસૌરી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.  ફિલ્મ ડાર્કેસ્ટ ઓવર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ ગૈરી ઓલ્ડમેનને આપવામાં આવ્યો હતો.

રેડ કાર્પેટ પર હોલિવૂડ એક્ટ્રેસ જેનિફર લોરેન્સ, સાન્દ્રા બુલોક, Gal Gadot સહિતની અનેક એક્ટ્રેસિસનો હોટ અંદાજ જોવા મળ્યો હતો. બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે સૈમ રોકવેલને ફિલ્મ થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ મિસૌરી માટે આપવામાં આવ્યો છે જ્યારે  બેસ્ટ સપોટિંગ એક્ટ્રેસનો એવોર્ડ એલિસન જૈનીને આપવામાં આવ્યો છે.

-બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ફ્રાન્સિસ મૈકડોરમૈડને ફિલ્મ થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ મિસૌરી માટે આપવામાં આવ્યો હતો.

-ફિલ્મ ધ શેપ ઓફ વોટરને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ એનાયત કરાયો હતો.

-બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ ગૂલર્મો ડેલ ટોરોને ફિલ્મ ધ શેપ ઓફ વોટર માટે આપવામાં આવ્યો હતો.

-બેસ્ટ એક્ટરનો એવોર્ડ ગૈરી ઓલ્ડમેનને ફિલ્મ ડાર્કેસ્ટ ઓવરને અપાયો હતો.

-બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ રોજર ડીકિન્સને એનાયત કરાયો હતો. તેને આ એવોર્ડ ફિલ્મ બ્લેડ રનર 2049 માટે અપાયો હતો.

-બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લેનો એવોર્ડ કોલ મી બોય યોર નેમને આપવામાં આવ્યો છે.

-બેસ્ટ શોર્ટ ફિલ્મનો-લાઇવ એક્શનનો એવોર્ડ ધ સાયલન્ટ ચાઇલ્ડને અપાયો હતો.

-બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- એલિસન જૈની

-બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- સૈમ રોકવેલ

-ફોરેન લેગ્વેજ ફિલ્મ- ચિલીની અ ફેન્ટાસ્ટિક વૂમેન

-પ્રોડક્શન ડિઝાઇન- ધ શેપ ઓફ વોટર ફિલ્મ માટે પોલ હેનહૈમ ઓસ્ટરબેરી, શેન વિઆઉ અને જેફ્રી અ મેલ્વિન

-બેસ્ટ વિઝુઅલ ઇફેક્ટ્સનો એવોર્ડ બ્લેડ રનર 2049ને આપવામાં આવ્યો.

– બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મનો એવોર્ડ કોકોને આપવામાં આવ્યો.

-બેસ્ટ શોર્ટ ફિલ્મ એનિમેટેડનો એવોર્ડ ડિયર બાસ્કેટબોલને આપવામાં આવ્યો

– બેસ્ટ સાઉથ મિક્સિંગનો એવોર્ડ ડનકિર્ક માટે ગ્રેગ લેન્ડેકર, ગૈરી એ. રિજ્જો અને માર્ક વાઇનગાર્ટનને આપવામાં આવ્યો

-બેસ્ટ સાઉન્ડ એડિટિંગનો એવોર્ડ ડનકિર્ક માટે રિચર્ડ કિંગ અને એલેક્સ ગિબ્સનને આપવામાં આવ્યો

– બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ ઇકારસ માટે બ્રિયાન ફોગેલ અને ડેન કોગનને એનાયત કરાયો

-કોસ્ચ્યૂમ ડિઝાઇનનો એવોર્ડ ફેન્ટમ થ્રેડ માટે માર્ક બ્રિજેસને અપાયો હતો.

First Published: Monday, 5 March 2018 8:28 AM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories