રેલીમાં આતંકી હાફિઝ સાથે પેલેસ્ટાઈનના રાજદૂત આવ્યા નજર, ભારતે ઉઠાવ્યો વાંધો

By: abpasmita.in | Last Updated: Saturday, 30 December 2017 12:14 PM
રેલીમાં આતંકી હાફિઝ સાથે પેલેસ્ટાઈનના રાજદૂત આવ્યા નજર, ભારતે ઉઠાવ્યો વાંધો

નવી દિલ્લી: આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ સાથે પેલેસ્ટાઈનના રાજદૂત વલીદ અબુ અલી સાથે એક મંચ પરની તસવીર સામે આવતા વિવાદ ઊભો થયો.

થોડા દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં જ્યારે જેરુસલમને ઈઝરાયલની રાજધાની માન્યતા આપવાના મુદ્દા ઉઠ્યો હતો ત્યારે ભારતે અમેરિકાનો વિરોધ કર્યો હતો અને પેલેસ્ટાઈનનો સાથ આપ્યો હતો, પરંતુ આતંકી હાફિઝ સઈદ સાથે પેલેસ્ટાઈનના રાજદૂત વલીદ અબુ અલીની જે તસવીર સામે આવી તે ખૂબજ હેરાન કરે તેવી છે.

આ તસ્વીર પાકિસ્તાનના રાવલપિંડીના લિયાકત બાગમાં આયોજીત વિશાળ રેલીની છે. જેમાં હાફિઝ સઈદ સાથે પેલેસ્ટાઈનના રાજદૂત વલીદ અબુ પણ સામેલ થયા હતા. આ આ રેલીનું આયોજન દિફાઈ-એ-પાકિસ્તાન કાઉન્સિલે કરી હતી. વલીદ અબુ અલીએ  રેલીને પણ સંબોધી હતી. વૈશ્વિક આતંકી હાફિઝ સઈદ પાકિસ્તાનની રાજનીતિમાં આવવા વ્યાકુળ છે. તેમાં તેને પાકિસ્તાની સેનાનું પણ સમર્થન મળી રહ્યું છે.

ત્યાં ભારતે આ મામલે વાંધો ઉઠાવ્યો છે. ભારતે કહ્યું કે હાફિઝ સઈદની રેલીમાં ઈસ્લામાંબાદમાં તહેનાત પેલેસ્ટાઈનના રાજદૂતની ઉપસ્થિતીનો મુદ્દો પેલેસ્ટાઈન સામે સખ્તાઈથી ઉઠાવશે. વિદેશ મંત્રાલય રવીશ કુમારે કહ્યું કે અમે નવી દિલ્લીમાં ફલસ્તીની રાજદૂત અને ફલસ્તીની અધિકારિઓ સામે મુદ્દો ઉઠાવીશું.

હાલમાંજ નજરકેદમાંથી છૂટ્યા બાદ આતંકી હાફિઝ સઈદ આગામી ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત પણ કરી ચૂક્યો છે. જો કે તેના માથે અમેરિકાએ એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. ત્યાં ભારતના સૌથી મોટો દુશ્મન હાફિજઝ સઈદ સાથે પેલેસ્ટાઈન રાજદૂત વલીદ અબુની તસવીર સામે આવ્યા બાદ બબાલ મચી ગયો છે.

First Published: Saturday, 30 December 2017 12:13 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories