ASEAN સમિટમાં ભાગ લેવા મોનિલા પહોંચ્યા PM મોદી, ટ્રંપ સાથે કરી મુલાકાત

By: abpasmita.in | Last Updated: Sunday, 12 November 2017 8:45 PM
ASEAN સમિટમાં ભાગ લેવા મોનિલા પહોંચ્યા PM મોદી, ટ્રંપ સાથે કરી મુલાકાત

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15મી ASEAN (એસોસિએસન  ઓફ સાઉથેસ્ટ એશિયા નેશન્સ) સમિટમાં ભાગ લેવા ત્રણ દિવસ ફિલિપાઈન્સના પ્રવાસ પર છે. ત્યારે પીએમ મોદી મનીલામાં પહોંચ્યા છે. અહીં તેમણે અમેરિકન પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરી છે. અને કાલે પીએમ મોદીની અધિકારિક મુલાકાત ટ્રંપ સાથે થશે. ટ્રંપ સાથે પાંચ મહિનાની અંદર આ પીએમ મોદીની બીજી મુલાકાત છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મોદીની મુલાકાત એટલા માટે મહત્વની છે કે ટ્રંપ આવ્યા બાદ અમેરિકાએ દક્ષિણ એશિયાની નીતિમાં બદલાવ કર્યો છે અને તેમાં ભારતને સમર્થન વધારે આપી રહ્યું છે. મોદી અને ટ્રંપની મુલાકાત ચીનને લઈને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ મોદીએ આશા વ્યક્ત કરી છે કે ફિલિપાઇન્સ સાથે ભારતના દ્વીપક્ષીય સંબંધો મજબૂત બનશે અને આસિયાન દેશોની સાથે તેમના રાજકીય, આર્થિક અને સામાજિક રીતે સંબંધ પણ મજબૂત થશે. આ સમિટ્સથી આપણા આસિયાન દેશો સાથેના કારોબારી સંબંધને પ્રોત્સાહન મળશે.

આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ભારતીય સમુદાયના લોકો સાથે પણ  મુલાકાત કરશે. ઉપરાંત ઈન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ અને મહાવીર ફિલિપાઇન્સ ફાઉન્ડેશનની પણ મુલાકાત લેશે.

આ આસિયાનમાં અમેરિકા, રશિયા, ભારત, ચીન, જાપાન, નોર્થ કોરિયા સહિત એશિયા રીઝનલ ફોર્મના 23 સભ્ય છે.

 

 

 

First Published: Sunday, 12 November 2017 8:45 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના