પેલેસ્ટાઇનમાં PM મોદીને મળ્યું સર્વોચ્ચ સન્માન, રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

By: abpasmita.in | Last Updated: Saturday, 10 February 2018 5:24 PM
પેલેસ્ટાઇનમાં PM મોદીને મળ્યું સર્વોચ્ચ સન્માન, રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

પેલેસ્ટાઇનઃ જોર્ડનના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન પહોંચ્યા છે. આ સાથે વડાપ્રધાન મોદી પેલેસ્ટાઇનનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બની ગયા છે.પેલેસ્ટાઇનના રાષ્ટ્રપિ મહમૂદ અબ્બાસે વડાપ્રધાન મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માનિત કર્યા હતા. વિદેશી મહેમાનને આપવામાં આવતું આ સર્વોચ્ચ સન્માન છે.  ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સંબંધોને વધારવામાં વડાપ્રધાન મોદીનું યોગદાન જોતા તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. બંન્ને દેશો વચ્ચે દ્ધિપક્ષીય બેઠક યોજાઇ હતી.

બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અમે પેલેસ્ટાઇનની શાંતિ અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ છીએ. પેલેસ્ટાઇન અમારી વિદેશ નીતિમાં હંમેશાથી ટોચ પર રહ્યા છે. ઇઝરાયલ સાથે પેલેસ્ટાઇનના સંબંધો પર પરોક્ષ રીતે બોલતા મોદીએ કહ્યું કે, અમે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનું સમર્થન કરીએ છીએ. અમારુ માનવું છે કે વાતચીત અને કૂટનીતિથી હિંસાના ચક્ર અને ઇતિહાસમાંથી બોધપાઠ લઇને મુક્તિ મેળવી શકાય છે. આ સરળ નથી પરંતુ આપણે  સતત પ્રયાસો કરતા રહેવું જોઇએ.

વડાપ્રધાન મોદી અહીં રામલ્લાહ પહોંચ્યા હતા. જ્યાં મોદીએ પેલેસ્ટાઇનના પૂર્વ રાષ્ટ્રપતિ  યાસિર અરાફાતની સમાધિ પર જઇને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન મોદીની સાથે રાષ્ટ્રપતિ મહમૂદ પણ જોડાયા હતા.

બાદમાં મોદી પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા જ્યાં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે તેમનું સ્વાગત કર્યું હતું. મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતુ.આ અગાઉ રામલ્લાહ પહોંચ્યા બાદ મોદીએ અરબી ભાષામાં ટ્વિટ કર્યું હતું કે, પેલેસ્ટાઇનની આ ઐતિહાસિક યાત્રાથી બંન્ને દેશો વચ્ચે સહયોગ મજબૂત થશે. વડાપ્રધાન મોદી અબુ ધાબી જશે. જ્યાં તેઓ ભારતીય લોકોને સંબોધિત કરશે. સાથે અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરશે. પોતાના પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદી જોર્ડન પહોંચ્યા હતા.

First Published: Saturday, 10 February 2018 2:48 PM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો