રોહિંગ્યા શરણાર્થિયોની નાવ નદીમાં પલ્ટી, બાળકો સહિત 8 લોકોના મોત, અનેક ગુમ

By: abpasmita.in | Last Updated: Monday, 16 October 2017 4:16 PM
રોહિંગ્યા શરણાર્થિયોની નાવ નદીમાં પલ્ટી, બાળકો સહિત 8 લોકોના મોત, અનેક ગુમ

ઢાકા: મ્યાનમારથી બહાર કરવામાં આવેલા રોહિંગ્યા લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહ્યું નથી. હવે મ્યાનમારથી રોહિંગ્યા શરણાર્થિયોને બાંગ્લાદેશ લઈ જઈ રહેલી એક નાવ પલ્ટી જવાના કારણે 8 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો દરિયામાં ગુમ થયા છે. મરનાર લોકોમાં સૌથી વધુ બાળકો છે.

આ નાવ મ્યાનમાર અને બાંગ્લાદેશને અલગ કરનાર નફ નદીના કિનારે ડૂબી છે. અનુમાન લગાવવામાં  આવી રહ્યું છે કે નાવમાં 50 લોકો સવાર હતા. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના એરિયા  કમાંડર લેફ્ટિનેંટ કર્નલ એસ.એમ. આરિફ-ઉલ-ઈસ્લામે જણાવ્યું કે નાવમાં અંદાજે 50થી વધુ લોકો સવાર હતા. તેમાંથી આઠ મૃતદેહો પાણીમાં તરીને નદીના કિનારે આવી ગયા હતા, જ્યારે 21 લોકો સુરક્ષિત બચી ગયા છે.

બતાવવામાં આવી રહ્યું છે કે નાવ ઘણી નાની હતી. તેનો ઉપયોગ માછીમારો માછલી પકડવા માટે કરે છે, જેમાં લોકોને બેસવાની ક્ષમતા ઓછી હોય છે. પરંતુ જ્યારે મ્યાનમારથી રોહિંગ્યા શરણાર્થિયોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે બાંગ્લાદેશની સરહદમાં પહોંચવા માટે નાવમાં ઘણા લોકો પોતાના પરિવાર સાથે સવાર થયા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે નાવ ઓવરલોડ થવાના કારણે નદીમાં પલ્ટી ગઈ હતી. જેમાં ઘણા લોકો ડૂબી ગયા હતા.

First Published: Monday, 16 October 2017 4:16 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories