અમેરિકા દ્વારા સીરિયા પર કેમિકલ હુમલાના જવાબમાં હવાઇ હુમલામાં કોઇના મરવાના રિપોર્ટ નથી. જોકે સીરિયાએ હૉમ્સમાં ત્રણ લોકોના ઘાયલ થવાના સમાચાર હતા. શનિવારે રશિયન જનરલ સ્ટાફના મુખ્ય ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટના પ્રમુખ કર્નલ જનરલ સર્ગેઇ રડસ્કોઇએ કહ્યું કે, સીરિયાએ અમેરિકા, ફ્રન્સ અને બ્રિટનની ક્રૂઝ મિસાઇલોને ફૂંકી મારવા માટે જે એરડિફેન્સ સિસ્ટમનો યૂઝ કર્યો, તેમાં S-125, S-200, બક ક્વાડ્રેટ, ઓસા એર ડિફેન્સ સિસ્ટમ સામેલ છે.