અમેરિકાએ સીરિયા પર કરેલા હુમલા બાદ રશિયાના એક ટીવી ચેનલે લોકોને કહ્યું- ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર રહો

By: abpasmita.in | Last Updated: Sunday, 15 April 2018 9:19 AM
અમેરિકાએ સીરિયા પર કરેલા હુમલા બાદ રશિયાના એક ટીવી ચેનલે લોકોને કહ્યું- ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર રહો

નવી દિલ્હી: અમેરિકાએ સીરિયા પર કરેલા હુમલા બાદ અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. રશિયાની ટીવી ચેનલ ‘રોસિયા-24’એ ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરી છે. ટીવી ચેનેલે પોતાના દર્શકોને યુદ્ધ માટે બંકરોમાં ખાવા પીવાનું સામાન રાખવા કહ્યું છે. ચેનલે લોકોને પૂરતા પ્રમાણમાં આયોડીનનું બંદોબસ્ત કરવાની પણ સલાહ આપી છે. જેથી રેડિએશનના ખતરાથી બચી શકાય. સીરિયાની ટીવી ચેનલનો અહેવાલ એવા સમયે આવ્યો છે જે આ વાતને દર્શાવે છે કે રશિયા ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારીઓમાં લાગી ગયું છે.

ઉલ્લેખનીય છે કે સીરિયા ગૃહ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. મિસાઈલ હુમલા શરૂ થઈ ગયા છે. સીરિયામાં કેમિકલ હુમલાના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શનિવારે મિસાઈલ હુમલાનો આદેશ આપ્યો હતો. તેના બાદ સીરિયાની રાજધાની દમિશ્ક પર શનિવારે 100 થી વધુ મિસાઈલોએ હુમલો કર્યો હતો. સીરિયા વિરુદ્ધ આ મોટી કાર્યવાહીમાં અમેરિકાને ફ્રાંસ અને બ્રિટેન પણ સાથ આપી રહ્યું છે.

આ હુમલાને લઈને સીરિયાના વિદેશ મંત્રાલયે નિંદા કરતા કહ્યું કે અમેરિકા, બ્રિટેન અને ફ્રાન્સે આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર રીતે ઉલ્લંઘન કર્યું છે. મંત્રાલયે કહ્યું કે હાલમાં આ રાસાયણિક હુમલાનો આરોપની તપાસ ચાલી રહી છે અને આ હુમલા જણાવે છે અમેરિકા અસદ સરકાર પર રાસાયણિક હુમલાને પોતાના ખોટા આરોપો છુપાવવાનો પ્રયાસમાં છે.

First Published: Sunday, 15 April 2018 9:19 AM

ટોપ ફોટો

DySP મંજિતા વણઝારાની આજે છે Marriage Anniversary, આવો હતો માહોલ
સુરતઃ જયપુરમાં મિત્રે રખાત રાખેલી યુવતીને હર્ષ હવસ સંતોષવા સુરત લાવ્યો, તેની સાથે રોજ બાંધતો શારીરિક સંબંધ ને......
વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’, BSF સામે કરી ઉકસાવવા વાળી હરકત
View More »

Related Stories