રાષ્ટ્રપતિને લાંચ આપવાના આરોપમાં સેમસંગના વડાની ધરપકડ

By: abpasmita.in | Last Updated: Friday, 17 February 2017 3:18 PM
રાષ્ટ્રપતિને લાંચ આપવાના આરોપમાં સેમસંગના વડાની ધરપકડ

નવી દિલ્લીઃ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના વાઇસ ચેરમેન લી જેઇ-યાંગને ભ્રષ્ટાચાર અને લાંચ આપવાના આરોપમાં શુક્રવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. લી જેઇ-યાંગ સેમસંગ જૂથના ચેરમેન લી કુન-હીના પુત્ર છે અને તેમના ઉત્તરાધિકારી છે. જેઇ-યાંગની લાંચના આરોપમાં પૂછપરછ થઇ ચૂકી છે. આ કૌભાંડ મહાભિયોગનો સામનો કરી રહેલી પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગેઉન-હાઇના નજીકના સાથી ચોઇ સૂન-સિલ સાથે જોડાયેલું છે.

એક રિપોર્ટ પ્રમાણે, સેમસંગ ચીફ લી પર બે કંપનીઓને મર્જ કરવા માટે સરકારનું સમર્થન મેળવવા પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હેઇ અને લાંબા સમયથી તેમના મિત્રને 40 મિલિયન ડોલર એટલે કે 360 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે.

જોકે, સેમસંગ કંપનીએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, કંપનીએ કોઇ લાંચ આપી નથી અને ક્યારેય રાષ્ટ્રપતિની મદદ માટે ભલામણ કરવાની વિનંતી કરી નથી. સેમસંગ કંપનીની દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા છે અને તે દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની છે.

 

First Published: Friday, 17 February 2017 3:18 PM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ