પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફ પર પાર્ટીના ગઢ લાહોરમાં ફેંકાયુ જૂતું

By: abpasmita.in | Last Updated: Sunday, 11 March 2018 7:54 PM
પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફ પર પાર્ટીના ગઢ લાહોરમાં ફેંકાયુ જૂતું

લાહોર: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પર લાહોરમાં ઈસ્લામી સેમિનરીમાં એક સમારોહ દરમિયાન ધાર્મિક કટ્ટરપંથીએ જૂતું ફેંક્યુ. એક દિવસ પહેલા જ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ પર શાહી ફેંકવામાં આવી છે.

નવાઝ શરીફ જ્યારે લાહોરની જામિયા નઇમિયા મદરેસામાં સ્પીચ આપી રહ્યા હતા, તે સમયે એક જૂતું ખભા પર આવીને લાગ્યું. જે સ્ટુડન્ટે તેમને જૂતું માર્યુ, તે ‘લબ્બેક યા રસૂલુલ્લાહ’ના નારા લગાવી રહ્યો હતો. આ ઘટના બાદ બે સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જૂતું ફેંકનાર સ્ટુડન્ટનું નામ અબ્દુલ ગફૂર છે, જે મદરેસાનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે. બીજાં સ્ટુડન્ટનું નામ સાજિદ છે. એક ધાર્મિક પાર્ટી તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનનો આરોપ છે કે, પીએમએલ-એન અને નવાઝ શરીફે સંવિધાનમાં પયગંબર સાથે જોડાયેલી એક તારીખમાં ફેરફાર કરવાની કોશિશ કરી છે.

First Published: Sunday, 11 March 2018 7:54 PM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories