ટ્રંપ સરકારે પાકિસ્તાનના 3 આતંકીઓની માહિતી આપનારને 50 લાખ ડોલરનું ઈનામ કર્યું જાહેર

By: abpasmita.in | Last Updated: Friday, 9 March 2018 10:20 PM
ટ્રંપ સરકારે પાકિસ્તાનના 3 આતંકીઓની માહિતી આપનારને 50 લાખ ડોલરનું ઈનામ કર્યું જાહેર

વોશિંગટન: અમેરિકાએ તહરીફ-એ-તાલિબાન પાકિસ્તાન(ટીટીપી)ના પ્રમુખ મૌલાના ફજલુલ્લાહની જાણકારી આપનારને 50 લાખ ડોલર(32,58,75,000 રૂપિયા) ઈનામ આપવાની જાહેરાત કરી છે. સૂચનાના આધાર પર ફજલુલ્લાહની ધરપકડ થયા બાદ આ ઈનામની રકમ આપવામાં આવશે. તહરીફ-એ-તાલિબાન પાકિસ્તાન એક આતંકી સંગઠન છે જે પાકિસ્તાનની અંદર આતંકી હુમાલાઓને અંજામ આપે છે.

ન્યાયના બદલે ઈનામ યોજના હેઠળ અમેરિકાએ જમાત-ઉલ-અહરારના અબ્દુલ વલી અને લશ્કર-એ-ઈસ્લામના નેત મંગલ બાગની સૂચના આપનારને પણ 30-30 લાખ ડોલર આપવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાનની વિદેશ સચિવ તહમીના જંજુઆના વ્હાઈટ હાઉસ અને વિદેશ મંત્રાલય. સહિત ટ્રંપ પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તહરીફ-એ-તાલિબાન પાકિસ્તાન પૂર્વ અફઘાનિસ્તાનના જનજાતીય વિસ્તારમાં સક્રિય એક આતંકવાદી સંગઠન છે. જે અલ-કાયદા સાથે સંબંધ ધરાવે છે.

નવેમ્બર 2013માં તહરીફ-એ-તાલિબાન પાકિસ્તાનના કેન્દ્રીય શૂરા કાઉન્સિલ દ્વારા નિયુક્ત કરવા પર ફજલુલ્લાહએ પાકિસ્તાન વિરુદ્ધ અનેક હુમલાઓ કરાવ્યા હતા અને અમેરિકા પર સંગઠન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો. ડિસેમ્બર 2014માં ફજલુલ્લાહના સાથીઓએ પાકિસ્તાના પેશાવરમાં એક આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલો કરાવ્યો હતો જેમાં 130 થી વધુ બાળકો સહિત 151 લોકના મોત થયા હતા. આ પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી ઘાતક આંતકવાદી ઘટના હતી.

First Published: Friday, 9 March 2018 10:20 PM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories