પાકિસ્તાન પર ગરજ્યા ટ્રમ્પ, કહ્યું- 15 વર્ષ મૂર્ખ બનાવ્યા, બસ હવે નહીં

By: abpasmita.in | Last Updated: Monday, 1 January 2018 8:04 PM
પાકિસ્તાન પર ગરજ્યા ટ્રમ્પ, કહ્યું- 15 વર્ષ મૂર્ખ બનાવ્યા, બસ હવે નહીં

નવી દિલ્લી: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવતી મદદ રોકવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું, ‘અમેરિકાએ 15 વર્ષ સુધી પાકિસ્તાનની મદદ કરી, જેની સામે તેણે હંમેશા છેતરપિંડી જ કરી, હવે આ વધુ નહીં.’

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે, અમેરિકા પાકિસ્તાનને આતંકવાદી સામે લડવા માટે આપવામાં આવતી 25.5 કરોડ ડોલરની મદદ પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે.

ટ્રમ્પે ટ્વીટ કરી હતી, અમેરિકાએ મૂરખની માફક પાકિસ્તાનને 15 વર્ષ દરમિયાન 33 બિલિયન ડોલર એટલે કે, 2 લાખ કરોડ રૂપિયાથી વધુની મદદ કરી.   જેની સામે તેઓએ અમેરિકાને માત્ર જૂઠ અને છેતરપિંડી જ કરી. તેઓ અમારાં લીડર્સને બેવકૂફ સમજી રહ્યા છે. પાકિસ્તાને આતંકવાદીઓને આશ્રય આપ્યો, જેને અમે  અફધાનિસ્તાનમાં શોધી રહ્યા હતા. આ બધું હવે વધુ નહીં.

 

First Published: Monday, 1 January 2018 8:04 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories