UN એ જાહેર કર્યું આંતરરાષ્ટ્રીય આતંકીવાદીઓનું લિસ્ટ, હાફિઝ-દાઉદ સહિત 139 પાકિસ્તાની સામેલ

By: abpasmita.in | Last Updated: Wednesday, 4 April 2018 4:22 PM
UN એ જાહેર કર્યું આંતરરાષ્ટ્રીય આતંકીવાદીઓનું લિસ્ટ, હાફિઝ-દાઉદ સહિત 139 પાકિસ્તાની સામેલ

 

નવી દિલ્લી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આંતરરાષ્ટ્રીય આતંકીઓની લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં 139 નામ પાકિસ્તાની આતંકીઓના છે. મંગળવારે આ યાદી અપડેટ કરવામાં આવી છે. જેનાથી આ સ્પષ્ટ છે કે આતંકીઓ પાકિસ્તાનમાં રહિને આતંકી સંગઠનોને ઓપરેટ કરે છે. આ આતંકી અલ-કાયદા, અયમાન અલ જવાહિરી અને લશ્કર એ તૈયબાના છે.

આ લિસ્ટમાં પ્રથમ નામ અયમાન અલ જવાહિરીનું છે જે ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી છે. યૂએન એ દાવો કર્યો છે કે આ આતંકી અફગાનિસ્તાન અને પાકિસ્તાન બોર્ડર વિસ્તાર પાસે સંતાઈને રહે છે. તેના ઘણા સહયોગી તેને છુપવામાં મદદ કરી રહ્યા છે.

આ લિસ્ટમાં દાઉદ ઈબ્રાહિમ અને હાફિજ સઈદનું નામ પણ સામેલ છે. દાઉદ પાસે અનેક પાકિસ્તાની પાસપોર્ટ છે જે રાવલપિંડી અને કરાચીથી જારી કરવામાં આવ્યા છે. યૂએન એ દાવો કર્યો છે તે દાઉદ કરાચીના નૂરબંધ એરિયામાં એક બંગલામાં રહે છે. જ્યારે હાફિજ સઈદને પોતાની આતંકી ગતિવિધિઓના કારણે લિસ્ટમાં શામેલ કર્યો છે.

લિસ્ટમાં બીજુ નામ રમજી મોહમ્મદ બિન શઈબાહનું છે જે એક યમન નાગરિક તરીકે ઓળખાય છે. તેની કરાચીમાંથી ધરપકડ કરી હતી અને અમેરિકાને સોંપી દીધો હતો. આ લિસ્ટમાં ઘણા એવા કુખ્યાત આતંકીઓના નામ સામેલ છે જેને પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવ્યા અને બાદ યૂએસને સોંપી દેવામાં આવ્યા. આમાંથી કેટલાંક આતંકીઓ પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે.

First Published: Wednesday, 4 April 2018 4:22 PM

ટોપ ફોટો

ઉમરેઠઃ યુવતી સાથે મહારાષ્ટ્રના ગેસ્ટ હાઉસમાં 15 દિવસ બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું આવ્યો વળાંક?
અમદાવાદમાં ‘ક્લાઉડ-9’ કન્સ્ટ્રક્શન સાઇટ પર સતત ત્રણવાર ભેખડ ધસી પડતાં 3 મજૂરોના મોત
ટાઇમ મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોમાં વિરાટ કોહલી, દીપિકા પાદુકોણ સહિત 4 ભારતીયો સામેલ, જુઓ લિસ્ટ
View More »

Related Stories