મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ લડશે ચૂંટણી, અમેરિકાની ચિંતા વધી

By: abpasmita.in | Last Updated: Wednesday, 20 December 2017 3:23 PM
મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ લડશે ચૂંટણી, અમેરિકાની ચિંતા વધી

વૉશિંગટનઃ આતંકવાદી હાફિઝને લઇને હવે અમેરિકાની ચિંતા વધી છે. જમાત-ઉલ-દાવાના ચીફ હાફિઝ સઇદ એલાન કર્યું છે કે તેની પાર્ટી પાકિસ્તાનમાં 2018માં યોજાનારી ચૂંટણીમાં ભાગ લેશે. આ સમાચારે અમેરિકાની ચિંતા વધારી દીધી છે. USનું કહેવું છે કે એ ના ભૂલવુ જોઇએ કે હાફિઝ સઇદ મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને તેના પર એક કરોડ ડૉલરનું ઇનામ છે. નોંધનીય છે કે યૂનાઇટેડ નેશન્સ અને અમેરિકા બન્નેએ સઇદને આતંકવાદી જાહેર કર્યો છે.

 

હાફિઝ છે મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ
– અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના સ્પૉક્સપર્સન હિદર નોર્થે કહ્યું કે, “નવેમ્બરમાં નજરકેદથી સઇદને છોડવા પર અમેરિકાએ સખત ટીકા કરી હતી. તે મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાનો નેતા છે.”

– તેમને અહીં રિપોર્ટ્સમાં કહ્યું, “આ એવું ગ્રુપ છે, જેને અમેરિકન સરકાર આતંકવાદી ગ્રુપ માને છે. અમારી પાકિસ્તાન સરકાર સાથે ઘણીવાર વાતચીત થઇ છે. તાજેતરની ઘટનાઓમાંથી એક છે કે આ વ્યક્તિને નજરકેદ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને તેને નજરકેદથી છોડી દીધો અને હવે રિપોર્ટ્સ મળ્યા છે કે તે ચૂંટણી લડશે.”
MMLના બેનર પર ચૂંટણી લડવાની જાહેરાત
– સઇદે થોડાક દિવસો પહેલા કહ્યું હતું કે તેનું સંગઠન જમાત-ઉલ-દાવા પાકિસ્તાનમાં નેક્સ્ટ ઇયર યોજાનારી ચૂંટણીમાં ભાગ લેશે. તે મિલ્લિ મુસ્લિમ લીગ (MML) ના બેનર હેઠળ લડશે. જોકે એમએમએલનું ઇલેક્શન કમીશન અંતર્ગત રજિસ્ટ્રેશન નથી થયું.

First Published: Wednesday, 20 December 2017 3:23 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories