અમેરિકાએ ઉત્તર કોરિયા પર લગાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રતિબંધ

By: abpasmita.in | Last Updated: Saturday, 24 February 2018 5:50 PM
અમેરિકાએ ઉત્તર કોરિયા પર લગાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રતિબંધ

નવી દિલ્લી: ટ્ર્ંપ સરકારે ઉત્તર કોરિયા સામે આકરું વલણ અપનાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે ઉત્તર કોરિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રતિંબધ લગાવવાનું એલાન કર્યું છે. અમેરિકાના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે પ્યોંગયાંગ વિરુદ્ધ દબાણની રણનીતિ ઓછી નહીં થવા દે.

મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રંપે કહ્યું, ‘હું એલાન કરું છું કે ઉત્તર કોરિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રતિબંધ લગાવવા જઈ રહ્યો છું. અમેરિકાએ ઉત્તર કોરિયામાં રજિસ્ટર્ડ 6 દેશોના 27 શિપિંગ કંપનિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં ચીનનું નામ પણ સામેલ છે. તેમનું માનવું છે કે આ શિપિંગ કંપનિઓ ઉત્તર કોરિયા પર લગાવેલા પ્રતિબંધોથી બચાવવા મદદ કરી રહી છે.’

યૂનાઈટેડ સ્ટેટ્સએ રિફાઈન્ડ ઈંધણના આયાત અને કોલસાના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રંપના આ નિર્ણય બાદ ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે તણાવ એકવાર ફરી વધે તેવી શક્યતાઓ છે. અમેરિકાએ અગાઉ પણ ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ટ્ર્ંપે જૂન અને ઓગસ્ટમાં ઉત્તર કોરિયાની મિસાઈલ કાર્યોક્રમોમાં મદદ કરનારી રશિયા અને ચીની કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યું હતું. પરંતુ આ કાર્યવાહી બાદ કોરિયાઈ પ્રાયદ્વીપમાં એકવાર ફરી યુદ્ધ જેવી સ્થિતિ પેદા થવાની સંભાવના છે.

First Published: Saturday, 24 February 2018 5:50 PM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories