WEFમાં ડોનાલ્ડ ટ્રંપે કહ્યું- અમેરિકા ફર્સ્ટનો મતબલ, માત્ર અમેરિકા નથી, હું મુક્ત વ્યાપારને સમર્થન કરું છું

By: abpasmita.in | Last Updated: Friday, 26 January 2018 9:21 PM
 WEFમાં ડોનાલ્ડ ટ્રંપે કહ્યું- અમેરિકા ફર્સ્ટનો મતબલ, માત્ર અમેરિકા નથી, હું મુક્ત વ્યાપારને સમર્થન કરું છું

 

દાવોસ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે તેના માટે પ્રથમ અમેરિકા છે, પરંતુ તેનો મતલબ આ નથી કે અમેરિકા એકલું છે. શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમને સંબોધંન કરતા ટ્રંપે કહ્યું કે હું મુક્ત વ્યાપારનું સમર્થન કરું છું પરંતુ તેના માટે નિષ્પક્ષ હોવું જરૂરી છે. તેમણે કહ્યું મુક્ત વેપાર માટે બન્ને તરફથી નિષ્પક્ષતા હોવી જરૂરી છે.

ડ્રંપે કહ્યું કે જો અમેરીકા આગળ વધે છે, તો તેની સાથે દુનિયા પણ આગળ વધે છે. જો કોઈ દેશ સિસ્ટમનો દુરુંપયોગ કરે છે તો અમે મુક્ત અને ખુલ્લા વ્યાપારનું સમર્થન નથી કરી શકતા. તેમણે કહ્યું કે હવે અમેરિકા અનુચિત વ્યાપારની અનુમતિ નહીં આપે. વ્યાપક સ્તરે બૌદ્ધિક સંપત્તિની ચોરી, ઈંડસ્ટ્રિયલ સબ્સિડીસ અને રાજ્યના નેતૃત્વવાળી આર્થિક યોજના ગ્લોબલ માર્કેટને નુકસાન પહોંચાડે છે.

ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે અમેરીકામાં રોકાણ કરવા માટે આ ઉચિત સમય છે. અમેરિકા વેપાર માટે ખુલ્લું છે. આપણે એકવાર ફરી પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. અમેરિકાની અર્થવ્યવસ્થા આજે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમે વ્યાપારને સરળ બનાવવા માટે ટેક્સમાં પણ સુધારો અને ઘટાડો કર્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે કહ્યું તે અમે અમારા સહયોગી દેશો સાથે મળીને આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનોનો નાશ કરવા માટે કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે અમેરિકી નેતૃત્વવાળા ગઠબંધનને આ જાણકારી આપતા ખુશી થાય છે કે ઈરાક અને સીરિયાને ISISના કબ્જામાંથી મુક્ત કરી લીધા છે.

First Published: Friday, 26 January 2018 9:21 PM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો