'રાસાયણિક હુમલા'ના વિરોધમાં US, ફ્રાંસ અને બ્રિટનનો સીરિયા પર હુમલો, રશિયા બોલ્યું- થઈ શકે છે યુદ્ધ

By: abpasmita.in | Last Updated: Saturday, 14 April 2018 9:00 AM
'રાસાયણિક હુમલા'ના વિરોધમાં US, ફ્રાંસ અને બ્રિટનનો સીરિયા પર હુમલો, રશિયા બોલ્યું- થઈ શકે છે યુદ્ધ

નવી દિલ્લી: સીરિયામાં કેમિકલ હુમલાના જવાબમાં મિસાઈલ હુમલા શરૂ થઈ હયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સીરિયા પર મિસાઈલ હુમલાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહીમાં અમેરિકાની સાથે ફ્રાંસ અને બ્રિટન પણ સામેલ છે.

સીરિયામાં ચાલી રહેલા સંકટ પર અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધી ગયો છે. રશિયાએ ત્રણ દેશોની કાર્યવાહી પર ચેતાવણી આપતા કહ્યું આના પરિણામે યુદ્ધ થઈ શકે છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ, આ વર્ષમાં બીજી વખત છે જ્યારે અમેરિકાએ સીરિયાની અસદ સરકાર પર બળ પ્રયોગ કર્યો હોય. ટ્રંપે કહ્યું, અમારી આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય રાસાયણિક હથિયારોનો ઉપયોગ, પ્રસાર અને ઉત્પાદન પર અંકુશ લગાવવાનો છે.

સીરિયા પર અમેરિકા, ફ્રાંસ અને બ્રિટનને સંયુક્ત રીતે હુમલો કર્યો છે. મિસાઈલ હુમલા બાદ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે ટ્વિટ કરી કહ્યું સારી આત્માઓને દબાવી શકાય નહી. સીરિયાના કસ્બા દૂમામાં થયેલા કેમિકલ હુમલાની પ્રતિક્રીયાના રૂપમાં આ હુમલો કરવામાં આવ્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે દેશના નામે આપેલા સંબોધનમાં કહ્યું ફ્રાંસ અને યૂકેની સેનાઓ સાથે સશસ્ત્ર ઓપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સીરિયાની રાજધાની દમિશ્કની પાસે ઘમાકાનો અવાજ સંભળાઈ રહ્યો છે.

બ્રિટનના પીએમએ પણ સીરિયા પર હુમલાની પુષ્ટી કરતા કહ્યું અમારી પાસે શક્તિનો પ્રયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમણે કહ્યું આ હુમલાનું મકસદ સત્તા પરિવર્તન નથી.

First Published: Saturday, 14 April 2018 8:54 AM

ટોપ ફોટો

DySP મંજિતા વણઝારાની આજે છે Marriage Anniversary, આવો હતો માહોલ
સુરતઃ જયપુરમાં મિત્રે રખાત રાખેલી યુવતીને હર્ષ હવસ સંતોષવા સુરત લાવ્યો, તેની સાથે રોજ બાંધતો શારીરિક સંબંધ ને......
વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’, BSF સામે કરી ઉકસાવવા વાળી હરકત
View More »

Related Stories