
ન્યૂયોર્કઃ ભારત સહિત 128 દેશોએ યૂનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં જેરુશલેમને ઇઝારાયેલની રાજધાની જાહેર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો, ગુરુવારે યુએનજીએમાં રિઝોલ્યૂશન લાવવામાં આવ્યું હતું, જેમાં જેરુશલેમને ઇઝરાયેલની રાજધાની ના માનવાની વાત કહેવામાં આવી હતી. 128 દેશોએ આ રિઝોલ્યૂશનનું સમર્થન કર્યું. 9એ આના વિરોધમાં વૉટ નાંખ્યા જ્યારે 35 દેશોએ આનાથી દુર રહ્યાં છે.
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધને નજરઅંદાજ કરતાં 6 ડિસેમ્બરે મોડી રાત્રે જેરુશલેમને ઇઝરાયેલની રાજધાની જાહેર કરી દીધી. તેમને કહ્યું હતું કે અમેરિકા પોતાની એમ્બેસી તેલ અલીવમાંથી આ પવિત્ર શહેર લઇ જશે.
– ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે ધમકી આપી હતી કે, જે દેશે યૂએન રિઝોલ્યૂશનના વિરોધમાં વૉટ નાંખ્યો તેને આપવામાં આવતી મદદમાં કાપ મુકવામાં આવશે.
– આ મુદ્દે કેટલાક પશ્ચિમ અને અરબ દેશો આનો વિરોધ કરી રહ્યાં હતા, ઇઝરાયલ, જોર્ડન અને ઇરાક જેવા દેશોએ પણ તેના વિરોધમાં વૉટિંગ કર્યું. ઉલ્લેખનીય છે કે, આ દેશોને અમેરિકા મોટાપાયે નાણા અને મિલિટ્રી સહાય કરે છે.
– ઇન્ટરનેશનલ કૉમ્યુનિટીનું માનવું છે કે, જેરુશલેમનું સ્ટેટસ ઇઝરાયેલ અને ફિલિસ્તાનની શાંતિ વાર્તા પર અસર કરી શકે છે. મોટાભાગના દેશોનું માનવું છે કે, જેરુશલેમ પર ઇઝરાયેલનો પુરેપુરો હ હક (સૉવરીનેટી) નથી માની શકાતો.
ઇઝરાયેલી પ્રેસિડેન્ડ નેતન્યાહૂ શું કહ્યું?
– ઇઝરાયેલી પ્રેસિડેન્ટ નેતન્યાહૂએ કહ્યું, “જેરુશલેમ અમારી રાજધાની છે, હતી અને રહેશે. પણ કેટલાક દેશોએ આ નિર્ણયને માનવાનો ઇનકાર કરી દીધો, આને અપવાદ કહી ગણાવી શકાય છે.”
– નોંધનીય છે કે, 1967માં યૂદ્ધ બાદ ઇઝારાયેલે ઇસ્ટ જેરુશલેમ પર કબજો જમાવી દીધો હતો, જ્યારે ફિલિસ્તાન પણ તેને પોતાની રાજધાની માને છે.
– 1948માં યુએસ પ્રસિડેન્ટ હેરી ટ્રૂમેન પહેલા વલ્ડ લીડર હતા જેમને ઇઝારાયેલને માન્યતા આપી હતી.
વિવાદનું કારણ
– ઇઝરાયેલ આખા જેરુશલેમને રાજધાની ગણાવે છે જ્યારે ફિલિસ્તાની પૂર્વ જેરુશલેમને પોતાની રાજધાની બતાવે છે.
– ઇસ્ટ જેરુશલેમમાં યહુદી, મુસ્લિમ અને ઇસાઇ ત્રણેય ધર્મોનું પવિત્ર સ્થળ છે. અહીં સ્થિત ટેમ્પલ માઉન્ટ જે યહુદીઓનું પવિત્ર સ્થળ છે, વળી અલ-અક્સા મસ્જિદને મુસ્લિમો પાક માને છે.